Vizag Gas Leak Tragedy: ટેલિવિઝનના સેલેબ્ઝે લાગ્યો આંચકો

07 May, 2020 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vizag Gas Leak Tragedy: ટેલિવિઝનના સેલેબ્ઝે લાગ્યો આંચકો

ટેલિવિઝન સેલેબ્ઝ દુર્ઘટનાથી વ્યથિત

2020 એ ખરેખર દુર્ઘટનાઓનું વર્ષ છે અને આ બાબત સાથે ટેલિવિઝનના સેલિબ્રિટીઓ પણ સહેમત છે. આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થવાની દુર્ઘટનામાં દસ લોકો મૃત્યુ પામ્યા છે અને 5000 કરતાં વધુ લોકો બિમાર પડયા છે. આ બાબતનો આંચકો લાગવામાંથી ટેલિવિઝન સેલેબ્ઝ પણ બાકાત નથી. ઘણાં ટીવી સેલેબ્ઝે સોશ્યલ મિડિયા પર આ દુર્ઘટનાનો શોક વ્યક્ત કર્યો હતો.

જય ભાનુશાલીએ લખ્યું હતું કે, વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનાના વિડિયો જોઈને બહુ અઘાત લાગ્યો. આ દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો સાથે મારી સંવેદના છે. એવું લાગી રહ્યું છે કે દુનિયા હવે પહેલા જેવી નહીં રહે. આઈ હેટ યુ 2020. સૌથી ખરાબ વર્ષનો અવોર્ડ તને જાય છે.

અર્જુન બીજલાનીએ ટ્વીટ કર્યું હતું કે, વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનાના સમાચાર ખરેખર દુ:ખદ છે. વધુ લોકોને અસર થાય તે પહેલા પરિસ્થિતિ કાબુમાં આવી જાય તેવી આશા છે.

કરણ વી ગ્રોવરે લખ્યું હતું કે, દુ:ખનો સમય છે. પરિસ્થિતિ જટીલ અને હતાશાકારક છે.

ગૌતમ રોડેએ ટ્વીટરમાં લખ્યું હતું કે, વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનાના વિડિયો જોઈને વ્યથિત થઈ જવાયું. આ દુર્ઘટનાનો અનેક લોકો ભોગ બન્યા છે તે બહુ નિરાશાજનક છે. અસરગ્રસ્તો માટે પ્રાર્થના.

નકુલ મહેતાએ લખ્યું હતું કે, વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના દ્રશ્યો ખુબ આઘાતજનક છે. આ વિડિયો જોતા પહેલા સાવધાન થઈ જજો.

ખરેખર વિશાખાપટ્ટનમની ગેસ લીક દુર્ઘટનાથી લોકોનું હૃદય દ્રવી ઉઠયું છે.

visakhapatnam andhra pradesh excel entertainment indian television television news arjun bijlani jay bhanushali gautam rode nakuul mehta