Coronavirus Outbreak: બિગ બૉસના કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તાની બિલ્ડિંગ સીલ

27 May, 2020 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: બિગ બૉસના કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તાની બિલ્ડિંગ સીલ

વિકાસ ગુપ્તા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

ટેલિવિઝનના અભિનેતા અને પ્રોડયુસર વિકાસ ગુપ્તાની મલાડમાં આવેલી બિલ્ડિંગના એક રહેવાસીનો કોરોના રીપોર્ટ સકારાત્મક આવતા આખુ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે.

એક ઈન્ટરવ્યુમાં વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે, આ સમય બધા માટે મુશ્કેલીભર્યો છે. આપણને જે દેખાય છે તેના કરતાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ છે. હૉસ્પિટલોમાં પુરતા ખાટલા નથી અને મૃતકોને બાળવા કે દફનાવવા માટે પણ જગ્યા નથી. આ પરિસ્થિતિ બહુ ગંભીર છે. હું બધાને વિંનતી કરી શકું છું કે આ પરિસ્થિતિની ગંભીરતાને સમજો. નોકરી, સંબંધો અને પરીક્ષા કરતા પણ આ પરિસ્થિતિને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે.

વિકાસ ગુપ્તાની બિલ્ડિંગને શનિવારે 23મે થી સીલ કરવામાં આવી છે અને બધા જ રહેવાસીઓને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહરના ઘરના બે સભ્યોનો કોરોના રીપોર્ટ સકારાત્મક આવ્યો હતો. આ પહેલા ટેલિવિઝન અભિનેતા અર્જુન બિજલાનીની બિલ્ડિંગમાં કોરોનાનો કેસ આવતા તે પણ સીલ કરવામાં આવી હતી.

coronavirus covid19 entertainment news television news indian television Bigg Boss vikas gupta