વરિષ્ઠ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાવકરનું નિધન

22 September, 2020 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરિષ્ઠ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાવકરનું નિધન

તસવીર સૌજન્યઃ આશાલતા વાબગાવકરનું અધિકૃત ફેસબુક અકાઉન્ટ

સતારાના ફલટણ તાલુકામાં મરાઠી સિરિયલ માઝી આઈ કાળુબાઈનું શૂટિંગ ચાલુ હતું. દરમ્યાન અમૂક કલાકારોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમાં વરિષ્ઠ મરાઠી અભિનેત્રી આશાલતા વાબગાવકરનો પણ સમાવેશ હતો.

16મી સપ્ટેમ્બરે તેમને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારે જ સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત ગંભીર છે. તેમનું ઑક્સિજન લેવલ ઓછું-વધારે થતું હતું. જોકે કોરોના સામેની લડાઈ તે હારી ચૂકયા છે.

ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામતે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.

થોડાક દિવસ પહેલા જ આ સિરિયલની શૂટિંગ માટે એક ટીમ સતારા ગઈ હતી, તે વખતે બધાનો કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હતો. જોકે સમય જતા કુલ 27 કલાકારો કોવિડ-19 પૉઝિટિવ થયા હતા. આટલા બધા લોકો કોવિડ-19 પૉઝિટિવ થતા સિરિયલનું શૂટિંગ પણ રોકવામાં આવ્યું હતું.

television news covid19 coronavirus