મેકઅપ કરવામાં બે કલાક, ઉતારવામાં આઠ કલાક

31 July, 2020 10:20 PM IST  |  Rajkot | Agencies

મેકઅપ કરવામાં બે કલાક, ઉતારવામાં આઠ કલાક

રામાયણની વાત એક છે, પણ જેટલી વખત આ મહાગ્રંથ ટીવી-સિરિયલમાં પુનરાવર્તિત થયો છે ત્યારે એની પાસે સાવ નવી જ વાતો આવી છે. દંગલ ચૅનલ પર અત્યારે આવતી ‘રામાયણ’ માટે પણ એવું જ છે. આનંદ સાગરની ‘રામાયણ’માં પહેલી વખત સિંદૂરિયા હનુમાનની ગાથા કહેવામાં આવી છે. આ સિંદૂરિયા હનુમાન બનવા માટે વિક્રમ મસ્તલના શરીર પર સિંદૂર લગાડવામાં આવતું. આખા શરીરે સિંદૂર લગાડવા માટે ચાર કિલો સિંદૂર એટલા જ ઘીમાં મિક્સ કરવામાં આવતું અને વિક્રમના આખા શરીર પર ચોપડાતું. વિક્રમને મેકઅપ કરવામાં એટલે કે આ સિંદૂર લગાડવામાં બે કલાક થતા, પણ શરીરથી આ સિંદૂર દૂર કરવામાં ૮ કલાક લાગતાં વિક્રમ કહે છે, ‘ઘી સાથે સિંદૂર હતું એટલે મેકઅપ ઉતારવાની આ ૮ કલાકની પ્રોસેસમાં મારે ૬ વાર તો નાહવું પડ્યું હતું.’
સિંદૂર શરીરે લગાડ્યા પછી પણ વિક્રમ માટે કઠણાઈ હતી. એ ક્યાંય અડકી ન શકે કે પછી કોઈ જગ્યાએ બેસી ન શકે. જો બેસે કે અડે તો મેકઅપ વિખાઈ જાય. પરિણામે એવી હાલત થઈ કે સિંદૂર લગાડ્યા પછી જ્યાં સુધી શૂટ પૂરું ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ ૮ કલાક સુધી વિક્રમ એકધારો ઊભો રહ્યો હતો.

television news rajkot