Bhabhiji Ghar Par Hain: મેકર્સને મળી ગઈ નવી અનિતા ભાભી, જાણો કોણ છે

05 January, 2021 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhabhiji Ghar Par Hain: મેકર્સને મળી ગઈ નવી અનિતા ભાભી, જાણો કોણ છે

સૌમ્યા ટંડન અને નેહા પેન્ડસે

ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને કૉમેડી શૉ ભાભી જી ઘર પર હૈ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. મનોરંજનની બાબતે સીરિયલે હંમેશા દર્શકોનું દિલ જીતી લીધું છે. સીરિયલની વાર્તા અને શૉના કલાકારોની દરેક વસ્તુઓ દર્શકોના દિલ અને દિમાગ પર પ્રભુત્વ ધરાવે છે. થોડા મહિના પહેલા ભાભી જી ઘર પર હૈના દર્શકોને તે સમયે મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ખબર પડી કે એમની ફેવરેટ અનિતા ભાભી એટલે સૌમ્યા ટંડને શૉને અલવિદા કહીં દીધું છે.

અનિતા ભાભીના વિદાય બાદ દર્શકોમાં આ જાણવાની ઉત્સુક્તા છે કે હવે કઈ એક્ટ્રેસ અનિતા ભાભી બનીને એન્ટ્રી લેશે. વચ્ચે બિગ-બૉસ 14 ફૅમ અને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ તે ફક્ત અફવા નીકળી. હવે હજી એક અભિનેત્રીનું નામ ચર્ચામાં રહ્યું છે. એવું માનવામાં આવે છે કે નેહા પેન્ડસે હવે અનિતા ભાભીનો રોલ પ્લે કરવા માટે તૈયાર છે.

ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર મેકર્સે અનિતા ભાભીના પાત્ર માટે ફૅમસ એક્ટ્રેસ નેહા પેન્ડસેનું નામ ફાઈનલ કરી લીધું છે. નેહાને લઈને સપ્ટેમ્બરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે તેઓ સૌમ્યાને રિપ્લેસ કરી શકે છે, પરંતુ ત્યારે તેમણે એવા કોઈપણ સમાચારનો ઈનકાર કર્યો હતો. પરંતુ હવે લેટેસ્ટ સમાચાર મુજબ નેહાનું નામ ફાઈનલ થઈ ગયું છે. જણાવી દઈએ કે નેહા એક ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, તેણે તેલુગુ, તમિલ, હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. એ સિવાય નેહા ટીવી સીરિયલમાં પણ નજર આવી ચૂકી છે. નેહા ફૅમસ ટીવી રિયાલિટી શૉ બિગ-બૉસ સીઝન 12માં પણ નજર આવી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે સૌમ્યાએ ઑગસ્ટ 2020માં શૉને અલવિદા કહીં દીધું હતું. સૌમ્યાએ આ શો છોડી દેવા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. બાદ તેણે અભિનેત્રી ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે તેણે પોતાના અંગત કારણોસર આ શૉ છોડી દીધો છે.

saumya tandon television news tv show entertainment news