20 December, 2023 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધા ચંદ્રન
સુધા ચંદ્રનનું કહેવું છે કે તેને બનારસી સિલ્ક ખૂબ જ પસંદ છે. તેઓ હાલમાં કલર્સ પર આવતી ‘ડોરી’માં કામ કરી રહ્યાં છે. આ શોમાં તેઓ કૈલાશી દેવી ઠાકુરનું પાત્ર ભજવી રહ્યાં છે. તેમણે ઘણાં પાત્રો ભજવ્યાં છે, પરંતુ મોટા ભાગે તેઓ સાડીમાં જોવા મળે છે. તેઓ ‘ડોરી’માં બનારસી સાડીમાં જોવા મળે છે. ૨૧ ડિસેમ્બરને વર્લ્ડ સારી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વિશે સુધા ચંદ્રને કહ્યું કે ‘અમારી ‘ડોરી’ને જે પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે એ માટે હું દર્શકોનો આભાર માનું છું. આ શોમાં કૈલાશી દેવીની ટૅગલાઇન હોય છે કે આદમી કી પહેચાન ઉસકી ગાડી સે હોતી હૈ ઔર ઔરત કી પહેચાન ઉસકી સાડી સે અને સાડી એક પહનાવા નહીં, મેરી પહેચાન ભી હૈ. હું એનાથી સહમત પણ છું અને મને ખુશી છે કે આ શો દ્વારા મારા સાડીના પ્રેમને યથાવત રાખવામાં આવ્યો છે. ઑન અને ઑફ સ્ક્રીન સાડી મારા દિલમાં ખૂબ જ સ્પેશ્યલ જગ્યા ધરાવે છે. સાડીની એક અલગ જ અપીલ છે. આપણા કલ્ચરમાં સાડી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. વર્લ્ડ ઑફ ફૅશનમાં સાડીને લઈને ઇન્ડિયાને ખૂબ જ પ્રાઉડ છે. આ ટાઇમલેસ ગાર્મેન્ટને મહિલાઓ હજી પણ પસંદ કરે છે એને લઈને હું ખૂબ જ ખુશ છું. વર્લ્ડ સારી ડેના દિવસે હું પોતાને સ્પેશ્યલ ડીટેલવાળી સાડી આપી રહી છું. મેં જ્યારે એ જોઈ એવી જ મેં એ ખરીદી લીધી હતી. મને બનારસી સિલ્ક સાડી ખૂબ જ પસંદ છે.’