'બિદાઈ' ફૅમ અભિનેત્રી સારા ખાનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

10 September, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'બિદાઈ' ફૅમ અભિનેત્રી સારા ખાનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

સારા ખાન

કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં વધુ એક ટીવી સેલિબ્રિટી આવી ગઈ છે. 'સપના બાબુલ કા બિદાઈ' ફૅમ અભિનેત્રી સારા ખાન (Sara Khan)નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. પછી તેણે પોતાની જાતને હૉમ ક્વૉરન્ટીન કરી છે. અભિનેત્રીએ આ બાબતની માહિતી સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી.

સારા ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, કમનસીબે આજે મારો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અધિકારીઓ અને ડૉક્ટરોએ સલાહ આપી છે કે, હું પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી લઉં. અત્યારે સારું લાગે છે અને જલ્દી સ્વસ્થ થઈ જાવ તેવી ઇચ્છા રાખું છું.

સારા ખાનના પોસ્ટ પછી ફૅન્સ તેના સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ કરી રહ્યાં છે. તેમજ તે જલ્દી સાજી થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યાં છે.

અભિનેત્રી અત્યારે 'સંતોષી માં સુનાએ વ્રત કથાએ'માં પૌલોમીની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં થોડાક દિવસ શૂટિંગમાંથી બ્રેક લીધો છે. પછી મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટિવ આવ્યો છે.

coronavirus covid19 entertainment news indian television television news sara khan