રૂબિના દિલૈકે શિમલામાં ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થતાં ખેતી શરૂ કરી

08 July, 2020 01:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂબિના દિલૈકે શિમલામાં ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થતાં ખેતી શરૂ કરી

રૂબિના દિલૈક

રૂબિના દિલૈક અને પતિ અભિનવ શુક્લાએ શિમલામાં તેમનો ક્વૉરન્ટીન પિરિયડ પૂરો કર્યો છે. તેઓ 20 જૂને શિમલા પહોંચ્યાં હતાં અને ચાર જૂન સુધી સેલ્ફ-ક્વૉરન્ટીનમાં હતાં. જોકે આ પિરિયડ પૂરો થતાં રૂબિના હવે તેના શિમલાના ઘરે ખેતી કરતી જોવા મળી રહી છે. ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થતાં તેના ઘરની બહાર મારવામાં આવેલા પોસ્ટર સાથેનો ફોટો શૅર કરી રૂબિનાએ કૅપ્શન આપી હતી કે ‘અમને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં હતાં, પરંતુ અમે રિસ્ટ્રિક્ટેડ હતાં એવું અમને નહોતું લાગી રહ્યું. મને ખૂબ જ ખુશી છે કે દરેક સ્ટેટ તેમના નાગરિકોને સેફ રાખવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યું છે જેથી કોરોના વાઇરસને અટકાવી શકાય. હિમાચલ પ્રદેશની સરકારથી અમે ખૂબ જ ઇમ્પ્રેસ્ડ છીએ. અમે શિમલાના ઈ-પાસ માટે પાંચ વાર કોશિશ કરી હતી, કારણ કે તેમને દરેક ડીટેલ્સ જોઈએ છે. હિમાચલમાં એન્ટર થયા બાદ અમને ત્રણ ચેક પૉઇન્ટ નડ્યા હતા, પરંતુ ખૂબ જ સ્મૂધ કામ પાર પડ્યું હતું. અમારા આગમનની જાણકારી લોકલ પોલીસને આપવામાં આવી હતી અને તેઓ અમારા ઘરે પહોંચી ગયા હતા. શિમલાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા અમારી અપડેટ માટે અમને ફોન પણ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે બે પોલીસ અને એનજીઓમાં કામ કરનાર કર્મચારીઓ અમારી તપાસ માટે આવ્યા હતા. અમે નિયમોને ફૉલો કર્યા હતા અને 14 દિવસ સુધી તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. સમય પૂરો થતાં લોકલ ઑથોરિટીએ અમારા ઘરે આવીને અમારી તપાસ કરી હતી અને અમારું ટેમ્પરેચર તપાસીને અમને છૂટાં કર્યાં હતાં.’

રૂબિનાએ ત્યાર બાદ તેના ઘરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

coronavirus covid19 entertainment news television news indian television