કિંશુક વૈદ્યે લગભગ દસ વર્ષે પોતાનો બર્થ-ડે ફૅમિલી સાથે ઊજવ્યો

07 April, 2020 02:28 PM IST  |  Rajkot | Rashmin Shah

કિંશુક વૈદ્યે લગભગ દસ વર્ષે પોતાનો બર્થ-ડે ફૅમિલી સાથે ઊજવ્યો

કિંશુક વૈદ્ય

સ્ટાર ભારતની સુપરહિટ સિરિયલ ‘રાધાકૃષ્ણ’માં અર્જુનના કૅરૅક્ટરમાં દેખા દેનારા કિંશુક વૈદ્યને આ કોરોના વેકેશનનો એક બહુ મોટો લાભ થયો. રવિવારે કિંશુકનો બર્થ-ડે હતો ત્યારે ઑલમોસ્ટ એક દશક પછી કિંશુકે પોતાનો આ બર્થ-ડે ફૅમિલી સાથે સેલિબ્રેટ કર્યો. કિંશુકે કહ્યું હતું, ‘જો વર્કિંગ ચાલુ હોત તો નૅચરલી પાર્ટીનું પ્લાનિંગ થયું હોત, પણ લૉકડાઉનના કારણે એવી સિચુએશન આવી કે બધાએ ઘરમાં રહેવું પડે. હું પણ સન્ડેના બર્થ-ડેના દિવસે ઘરમાં જ રહ્યો અને પેરન્ટ્સ અને દાદી સાથે મેં એનું સેલિબ્રેશન કર્યું.’

કિંશુકને બર્થ-ડે વિશ માટે તેના ટીવી-ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સથી માંડીને કૉલેજ ફ્રેન્ડ્સે ઑનલાઇન પાર્ટી કરી હતી અને સૌકોઈએ કૉન્ફરન્સ વિડિયો કૉલ કરીને પોતપોતાના ઘરે સેલિબ્રેશન કર્યું હતું. પહેલી વાર એવું બન્યું હતું કે યજમાનથી માંડીને મહેમાન સુધ્ધાં કોઈ તૈયાર થયું નહોતું અને બધાએ આ પાર્ટી ઘરમાં પહેરવાનાં કપડાં સાથે જ સેલિબ્રેટ કરી.

television news tv show Rashmin Shah