પૂછપરછ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડ્યો તુનિશાનો પૂર્વ  શીઝાન ખાન: સુત્રો

27 December, 2022 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે વાલીવ પોલીસે કહ્યું કે શીઝાન ખાન વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે અને તેણે તેની `અલી બાબા દાસ્તાન-એ-કાબુલ`ની કો-સ્ટાર તુનિશા સાથે શા માટે બ્રેકઅપ કર્યું તેનું હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી.

શીઝાન ખાન

તુનિષા શર્મા (Tunisha Sharma)ની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા અભિનેતા શીઝાન ખાને એ આરોપોને નકારી કાઢ્યા છે કે તે તુનિષા શર્મા સાથે સંબંધમાં હતો ત્યારે તે અન્ય ઘણી છોકરીઓને ડેટ કરતો હતો. બીજી તરફ, મંગળવારે વાલીવ પોલીસે કહ્યું કે શીઝાન ખાન વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે અને તેણે તેની `અલી બાબા દાસ્તાન-એ-કાબુલ`ની કો-સ્ટાર તુનિશા સાથે શા માટે બ્રેકઅપ કર્યું તેનું હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે ટીવી સિરિયલના સેટ પર તુનિષાની લાશ વોશરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

તે જ સમયે, પોલીસના જણાવ્યા અનુસાર મહિલા અધિકારીની સામે પૂછપરછ દરમિયાન શીજાન ભાંગી પડ્યો અને રડવા લાગ્યો. જ્યારે વાલિવ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ અધિકારી આરોપીની પૂછપરછ કરવા પહોંચી તો તે રડવા લાગ્યો. સતત બે દિવસ સુધી તે તુનિષા સાથે બ્રેકઅપને લઈને અલગ-અલગ થિયરી જણાવતો રહ્યો, પરંતુ જ્યારે એક મહિલા ઓફિસરે તેને સવાલ કર્યો તો તે રડવા લાગ્યો .

મહિલા અધિકારીના કહેવા પ્રમાણે, અભિનેતા ખુલીને વાત કરતો ન હતો અને ગઈકાલ સુધી તેની બોડી લેંગ્વેજ જોઈને તેની લાગણીઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ હતું, પરંતુ ગઈકાલે રાત્રે તે પૂછપરછ દરમિયાન રડવા લાગ્યો હતો. મહિલા અધિકારી અને સ્ટેશન હાઉસ ઓફિસર કૈલાશ બર્વે ફરીથી શીઝાનની પૂછપરછ કરવા તૈયાર છે. ઉપરાંત, પોલીસે કહ્યું કે, શીજાને તેના જીવનમાં અન્ય કોઈ છોકરી હોવાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો: Tunisha Sharma: મોતના ત્રણ દિવસ બાદ થયા અંતિમ સંસ્કાર, માતાનું હૈયા ફાટ રૂદન

નોંધનીય છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ કેસ સાથે જોડાયેલા 17 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. શીજાન વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. અત્યાર સુધી તેણે બ્રેકઅપનું કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. પોલીસે કહ્યું, સેટ પર આત્મહત્યા વખતે હાજર તમામ લોકોના નિવેદનો રેકોર્ડ કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન શીજનના વર્તન અંગે પોલીસે કહ્યું કે તે સામાન્ય રીતે વર્તે છે. તે એક અભિનેતા છે અને કદાચ તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના ચહેરા પર કોઈ ઉદાસી નથી.

આ દરમિયાન મુંબઈની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પાલઘર જિલ્લામાં એક ટેલિવિઝન સિરિયલના સેટ પર પહોંચી હતી, જ્યાં શનિવારે અભિનેત્રી તુનીષા શર્મા મૃત હાલતમાં મળી આવી હતી. માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફોરેન્સિક ટીમે તુનીશા દ્વારા ફાંસી માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી ક્રેપ પટ્ટી સહિત અન્ય સામગ્રી જપ્ત કરી છે.

આ પણ વાંચો: અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ ફેમ અભિનેત્રીએ શૂટ દરમિયાન ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અધિકારીના જણાવ્યા અનુસાર, કાલિના લેબોરેટરીની એક ટીમે સોમવારે સેટનું નિરીક્ષણ કર્યું હતું અને શનિવારે ઘટનાના આગલા દિવસે તુનિશા (21) પાસે રહેલા કપડાં અને ઘરેણાં પણ જપ્ત કર્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે પોલીસે તુનિશાના કો-સ્ટાર શીઝાન ખાનનો મોબાઈલ ફોન અને કપડાં જપ્ત કર્યા છે, જે તેણે ઘટનાના દિવસે પહેર્યા હતા.

television news mumbai news suicide mumbai police