લવ (બનને) કે લિએ કુછ ભી કરેગા

10 August, 2020 11:36 AM IST  |  Rajkot | Mumbai Correspondent

લવ (બનને) કે લિએ કુછ ભી કરેગા

લવ (બનને) કે લિએ કુછ ભી કરેગા

આનંદ સાગરની ‘રામાયણ’ પહેલી એવી ‘રામાયણ’ હતી જેમાં લવ-કુશની વાતને પણ લાંબા સમય સુધી સમાવી રાખવામાં આવી હતી. આ લવ-કુશની વાત માટે કુશ તો સહજ અને સરળ રીતે મળી ગયો હતો, પણ આનંદ સાગરને ‘રામાયણ’ના લવ માટે બરાબરની હેરાનગતિ સહન કરવી પડી હતી. કુશ મળ્યા પછી પણ એક મહિના સુધી લવ મળ્યો નહીં એટલે પ્રોડ્યુસર અને ચૅનલ હજારો બાળકનાં ઑડિશન લઈને સાથે જોવા માટે બેઠા અને એમાંથી પેરિન માલ્ડેના ઑડિશનને અલગ કરવામાં આવ્યું. પેરિનને નવેસરથી ઑડિશન માટે બોલાવવામાં આવ્યો અને તેને સ્ક્રિપ્ટની બે લાઇન આપવામાં આવી, પણ પેરિનથી એ લાઇન બોલાતી જ નહોતી. પેરિન કહે છે, ‘અવધિ ટચની એ લાઇન અને મને ઇંગ્લિશ સિવાય કશું વાંચતાં આવડે નહીં એટલે પ્રોનાઉન્સિયેશનમાં બહુ પ્રૉબ્લેમ થાય. લાઇન યાદ રહે તો ઉચ્ચાર ભૂલી જાઉં અને ઉચ્ચાર યાદ રહે તો લાઇન ભુલાઈ જાય.’
આ બે લાઇનના ઑડિશન માટે પેરિને ચાર કલાક લીધા. આ ચાર કલાક દરમ્યાન ચૅનલથી માંડીને પ્રોડક્શનની આખી ટીમ પેરિન સામે ગોઠવાઈ ગઈ હતી. ચાર કલાક પછી પેરિને જે લાઇન આપી એ લાઇન એ સ્તરે અદ્ભુત હતી કે લવ માટે પેરિનને જ પસંદ કરવામાં આવ્યો.

television news rajkot