હા, આવી હાલત થઈ મનિષ પૉલની દિલ્હીમાં

06 March, 2020 12:00 PM IST  |  Rajkot | Rashmin Shah

હા, આવી હાલત થઈ મનિષ પૉલની દિલ્હીમાં

મનિષ પૉલ

‘મુજસે શાદી કરોગે’ અને ‘સારેગામાપા લિટલ ચેમ્પસ’ એમ એક સાથે બબ્બે શો હોસ્ટ કરતાં મનિષ પૌલની હમણાં દિલ્હીમાં હાલત બરાબરની કફોડી થઈ ગઈ હતી. એક ઇવેન્ટ માટે દિલ્હી ગયેલા મનિષ પૉલની ઇવેન્ટ તો બે કલાકમાં પૂરી થઈ ગઈ પણ જેવી ઇવેન્ટ પૂરી થઈ કે મનિષના ફેન્સ સ્ટેજ ઉપર મનિષને એવા તે ઘેરી વળ્યા કે મનિષને એ બધાથી છૂટા પડવામાં લિટરલી એક કલાક લાગ્યો અને એ માંડ બહાર આવી શક્યો.

પોતાના કોમેડી અપ્રોચના કારણે મનિષનું બહુ મોટું ફેન ફોલોઇંગ ઊભું થયું છે. અત્યારના સમયે એક હોસ્ટને એક શૉ માંડ મળતો હોય છે ત્યારે મનિષ પાસે બે અલગ-અલગ ચેનલના બે શૉ હોસ્ટ કરવા માટે હોય એ પણ એની પોપ્યુલારિટી દર્શાવે છે. મનિષે દિલ્હીની ઇવેન્ટ માટે કહ્યું હતું, ‘આવો અનુભવ ભાગ્યે જ થાય પણ એ થવો જરૂરી છે. તમે કશુંક કરી શક્યાની ખુશી આવા સમયે જ થતી હોય છે.’

મનિષે એક ફિલ્મ પણ સાઇન કરી છે. બને કે આ બન્ને શૉ પછી મનિષ ફિલ્મના શૂટ માટે થોડો સમય ટીવી પર વિરામ પણ લે.

manish paul television news tv show entertainment news Rashmin Shah