‘મૈં હીરો બોલ રહા હૂં’માં મોનિકા બેદી ટ્રૅક પણ છે

08 April, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અબુ સાલેમની લાઇફ પર આધારિત વેબ-સિરીઝનું જે ટાઇટલ છે એ ટાઇટલ અબુ સાલેમ દરેક ફોનમાં વાપરતો

‘મૈં હીરો બોલ રહા હૂં’માં મોનિકા બેદી ટ્રૅક પણ છે

બાલાજી ઑલ્ટની નવી વેબ-સિરીઝ ‘મૈં હીરો બોલ રહા હૂં’ માટે ભલે સત્તાવાર રીતે કહેવામાં ન આવતું હોય પણ હકીકત એ જ છે કે એ અબુ સાલેમની જ લાઇફ દેખાડે છે. અબુ સાલેમની લાઇફમાં મોનિકા બેદી આવ્યા પછી આખી લાઇફ ચેન્જ થઈ હતી અને અબુ ડી-ગૅન્ગથી છૂટો પડ્યો. અહીં પણ મોનિકા બેદી જેવું જ કૅરૅક્ટર લાવવામાં આવ્યું છે, જે પત્રલેખા કરે છે. જે અન્ડરવર્લ્ડ સાથે કનેક્ટેડ રહ્યા છે કે જેને એ વિશે વધારે ખબર છે તેમને એ પણ ખબર છે કે અબુ સાલેમ ફોન કરીને સૌથી પહેલાં બોલતોઃ ‘મૈં હીરો બોલ રહા હૂં...’
આ જ તકિયા કલામને વેબ-સિરીઝનું ટાઇટલ બનાવવામાં આવ્યું છે. અબુ સાલેમે ગુલશનકુમારને ધમકી આપવાનું શરૂ કર્યું ત્યારે ગુલશનકુમારે પોલીસમાં લખાવેલી કમ્પ્લેઇન્ટમાં પણ આ જ ડાયલૉગ લખાવ્યો હતો અને કહ્યું હતું કે અબુ સાલેમ વાતમાં પોતાને હીરો દેખાડે છે.
અબુ સાલેમ લીગલ ઍક્શન લે અને વેબ-સિરીઝનું ટેલિકાસ્ટિંગ અટકાવી દે એવા ભયથી આખી વેબ-સિરીઝને ફિક્શનલ દેખાડવામાં આવી છે, પણ હકીકત એ જ છે કે એ અબુ સાલેમની લાઇફ પર આધારિત છે.

television news