ધ સોશ્યલ ડિલેમા : સોશ્યલ મીડિયાની ડાર્ક સાઇડ ધ્રુજાવી દેશે

15 September, 2020 09:02 PM IST  |  Ahmedabad | Nirali Dave

ધ સોશ્યલ ડિલેમા : સોશ્યલ મીડિયાની ડાર્ક સાઇડ ધ્રુજાવી દેશે

સોશિયલ ડિલેમા

લોકો એમ સમજે છે કે ગૂગલ એ માત્ર સર્ચ-બૉક્સ છે અને ફેસબુક એવી જગ્યા છે જ્યાં મિત્રોને વર્ચ્યુઅલી હળીમળી શકાય છે, પણ તેમને ખ્યાલ નથી કે એન્જિનિયરની આખી ટીમ નોકરી કરે છે જેમનું કામ છે તમારી સાયકોલૉજીને તમારા વિરુદ્ધ વાપરવાનું! એટલે કે તમારી ઇન્ટરનેટ પરની એકોએક મોમેન્ટ એ લોકો કૅપ્ચર કરે છે, યાદ રાખે છે અને તમારી વિરુદ્ધ એ વાપરે છે. વાત છે નેટફ્લિક્સ પર તાજેતરમાં (૯ સપ્ટેમ્બરે) આવેલી ડૉક્યુમેન્ટરી ‘ધ સોશ્યલ ડિલેમા’ની.
‘ચેઝિંગ આઇ’ અને ‘ચેઝિંગ કોરલ’ જેવી ઍમી અવૉર્ડ વિનિંગ ડૉક્યુમેન્ટરી બનાવી ચૂકેલા અમેરિકન ફિલ્મમેકર જેફ ઑર્લોસ્કીએ બનાવેલી ‘ધ સોશ્યલ ડિલેમા’માં ગૂગલમાં કામ કરી ચૂકેલા ટ્રિસ્ટન હૅરિસ (જેઓ સેન્ટર ફૉર હ્યુમન ટેક્નૉલૉજીના કો-ફાઉન્ડર છે), ઑન્ટ્રપ્રનર અને ઇન્વેન્ટર અઝા રસ્કિન, સૉફ્ટવેર પ્રોગ્રામર જસ્ટિન રોઝેન્ટેન ઉપરાંત ફેસબુકનું લાઇક બટન બનાવનાર સોશ્યયલ પ્લૅટફૉર્મ પિન્ટરેસ્ટના પ્રેસિડન્ટ સહિતના સત્તાવાર લોકો પોતાની વાત રજૂ કરે છે. ‘ધ સોશ્યલ ડિલેમા’માં કહેવાયું છે કે આ ટેક્નૉલૉજી, આ વર્ચ્યુઅલ દુનિયા આપણા ઘરમાં ઘૂસીને આપણા પર આપણી જાણ બહાર નજર રાખી રહી છે, જેમ કે આપણે ગૂગલમાં લખીએ છીએ કે હાલનું વાતાવરણ કેવું છે? (ક્લાઇમેટ ચેન્જ ઇઝ...) અને એનો જે જવાબ આવશે એ જુદો-જુદો હશે. તમે કયા વિસ્તારમાં રહો છો એના આધારે જવાબ આવશે.
રસપ્રદ વાત એ છે કે સોશ્યલ મીડિયાની નેગેટિવ બાબતો દર્શાવતી આ ડૉક્યુમેન્ટરીને લોકો ફેસબુક સહિતનાં પ્લૅટફૉર્મ્સ પર જોવા માટે સૂચવી રહ્યા છે!

television news entertainment news