ઝીફાઇવ પર આજે ‘ફોન અ ફ્રેન્ડ’ સિરીઝ રિલીઝ થવાની છે

07 April, 2020 02:28 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઝીફાઇવ પર આજે ‘ફોન અ ફ્રેન્ડ’ સિરીઝ રિલીઝ થવાની છે

‘ફોન અ ફ્રેન્ડ’

ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર આજે ‘ફોન અ ફ્રેન્ડ’ નામની સાયન્સ-ફિક્શન સિરીઝ રિલીઝ થવાની છે જેમાં રહસ્ય, રોમૅન્સ, હ્યુમર અને ટેક્નૉલૉજીનો સમન્વય જોવા મળશે. આમ તો મોબાઇલ ફોન મોટા ભાગના લોકોનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે, પણ એ ફોન ખરેખર એક વ્યક્તિની જેમ બોલવા લાગે તો? આવું જ કંઈક વરુણ (અખલાક ખાન) નામના યુવાન સાથે થાય છે. તેનો ફોન અચાનક બોલવા માંડે છે અને એક મિત્રની જેમ સલાહ-સૂચન આપે છે. આ જ ફોનની મદદથી વરુણ પોતાના બાળપણના પ્રેમને શોધી કાઢે છે અને તેને ઇમ્પ્રેસ કરી લે છે. એ પછી વરુણની પર્સનલ તેમ જ પ્રોફેશનલ લાઇફમાં કેવા ઉતાર-ચડાવ આવે છે એ શોમાં જોવા મળશે.

‘ફોન અ ફ્રેન્ડ’માં અખલાક ખાન (‘ન બોલે તુમ ન મૈંને કુછ કહા’ ફેમ) સાથે લીડ રોલમાં સ્વાતિ કપૂર (‘કુંડલી ભાગ્ય’ ફેમ) જોવા મળશે તો ફોન ફ્રેન્ડ તરીકે જાણીતા આરજે-ઍક્ટર મંત્રાએ (‘પાનીપત’, ‘તુમ મિલે’ ફેમ) પોતાનો અવાજ આપ્યો છે. ૧૨ એપિસોડની આ વેબ-સિરીઝને યશ દવે અને એલિસન પટેલે ડિરેક્ટ કરી છે.

web series television news tv show