જજ તરીકે અપડેટ રહેવાનું સૌથી વધુ મુશ્કેલ : ટેરેન્સ લુઇસ

14 October, 2021 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને ખાતરી છે કે આ સીઝન પહેલાં કરતાં વધુ સારી બનશે. જજ બનવામાં સૌથી મોટી ચૅલેન્જ એ છે કે તમારે દરેક ડાન્સ સ્ટાઇલ વિશે પોતાની જાતને અપડેટ રાખવી પડે છે, કારણ કે સ્પર્ધક કયો ડાન્સ કરશે એ તમને ખબર નથી હોતી.

જજ તરીકે અપડેટ રહેવાનું સૌથી વધુ મુશ્કેલ : ટેરેન્સ લુઇસ

ટેરેન્સ લુઇસનું કહેવું છે કે જજ બનવામાં સૌથી મોટી મુશ્કેલી પોતાની જાતને અપડેટેડ રાખવાની છે. તે હવે ગીતા કપૂર અને મલાઇકા અરોરા સાથે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2’ને જજ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં ટેરેન્સે કહ્યું હતું કે ‘છેલ્લી સીઝન ખૂબ જ સારી રહી હતી અને આપણે ખૂબ જ અદ્ભુત ટૅલન્ટને જોઈ હતી. મને ખાતરી છે કે આ સીઝન પહેલાં કરતાં વધુ સારી બનશે. જજ બનવામાં સૌથી મોટી ચૅલેન્જ એ છે કે તમારે દરેક ડાન્સ સ્ટાઇલ વિશે પોતાની જાતને અપડેટ રાખવી પડે છે, કારણ કે સ્પર્ધક કયો ડાન્સ કરશે એ તમને ખબર નથી હોતી. દરેક પૅટર્નને ઇમ્પ્રોવાઇઝ કરવાની જરૂર હોય છે અને સ્પર્ધકો જ્યારે એ કરે છે ત્યારે તેઓ અદ્ભુત પર્ફોર્મ કરે છે. ટ્રેઇનિંગ, લૅન્ડિંગ, સ્ટાઇલ વગેરેને જજ તરીકે ખૂબ જ ધ્યાનથી જોવું પડે છે. ટેક્નિકની વાત કરીએ તો તેઓ એકદમ પર્ફેક્ટ હોવા જોઈએ અને તેઓ ડાન્સ કરે છે એ પણ સારું દેખાવું જોઈએ. કરન્ટ ટ્રેન્ડ અને ગીતોને અમારે જજ તરીકે ધ્યાનમાં રાખવું પડે છે. જજની ખુરશી ઘણી જવાબદારી સાથે આવે છે.’

entertainment news terence lewis television news indian television