'ધ કપિલ શર્મા' શૉમાં આ કપલની સગાઈ તૂટી ગઈ

03 June, 2019 09:31 AM IST  |  મુંબઈ

'ધ કપિલ શર્મા' શૉમાં આ કપલની સગાઈ તૂટી ગઈ

સિદ્ધાર્થ સાગર અને સુબુહી જોશી

‘ધ કપિલ શર્મા શો’માં દેખાતા કૉમેડિયન સિદ્ધાર્થ સાગર પર તેની મંગેતરે હિંસા આચર્યાનો આરોપ લગાવીને સગાઈ તોડી નાખી છે. ‘કૉમેડી ક્લાસ‌િસ’માં જોવા મળેલી સુબુહી જોશી સાથે સિદ્ધાર્થે નવેમ્બરમાં સગાઈ કરી હતી. જોકે સિદ્ધાર્થ મારપીટ કરતો હોવાથી સુબુહીએ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સુબુહી અને સિદ્ધાર્થ ૨૦૧૪માં મળ્યાં હતાં. બન્નેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બન્ને ૨૦૧૬માં અલગ થઈ ગયાં હતાં. ગયા વર્ષે બન્ને ફરી મળ્યાં અને થોડા સમયમાં જ તેઓએ સગાઈ કરી લીધી હતી. જોકે હવે તેમની વચ્ચે કાંઈ નથી.

આ પણ વાંચો : મલાલ માટે શર્મિન અને મીઝાનને શુભેચ્છા આપી શાહરુખ ખાને

એ વિશે સુબુહીએ કહ્યું, ‘અમે જ્યારે ૨૦૧૬માં અલગ થયાં ત્યારે સિદ્ધાર્થે એને માટે તેની માતાને દોષી ઠેરવી હતી, પરંતુ તે જવાબદાર નહોતી. એનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે અમારી સગાઈ થઈ. તેનું વર્તન અને વ્યવહાર બરાબર ‌નથી. નાનીઅમસ્તી બાબતમાં પણ તે ગુસ્સે થાય છે અને મારા પર હાથ ઉપાડે છે અને બધી ચીજવસ્તુ ફેંકવા માંડે છે. મેં સંબંધ બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો.’

the kapil sharma show kapil sharma television news tv show