કુમકુમ ભાગ્યની મૂળ વાર્તા બસ્સો એપિસોડની જ હતી

15 November, 2019 10:46 AM IST  |  Mumbai | Rashmin Shah

કુમકુમ ભાગ્યની મૂળ વાર્તા બસ્સો એપિસોડની જ હતી

શબ્બીર અહલુવાલિયા અને શ્રૃતિ ઝા

પંદરસો એપિસોડ એટલે કે પાંચ વર્ષથી પણ લાંબા સમયથી ઝી ટીવી પર આવતી ‘કુમુકમ ભાગ્ય’ માટે એક વાત એવી પણ છે કે એ શૉ જ્યારે ડિઝાઇન થયો ત્યારે એની વાર્તા માત્ર બસ્સો એપિસોડ જેટલી જ હતી પણ એ પછી શો અને ડેઇલી સૉપના કૅરેક્ટર માટે ઓડિયન્સના ઇમોશન્સ જોડાવાના શરૂ થતાં એ વાર્તામાં નવી પેટાવાર્તાઓ જોડવાની શરૂ થઈ અને એ છેક પંદરસો એપિસોડ સુધી પહોંચી. એ હકીકત છે કે ‘કુમકુમ ભાગ્ય’ની જ્યારે તૈયારીઓ ચાલતી હતી ત્યારે એની સકસેસ માટે પ્રોડકશન હાઉસના મનમાં આશંકાઓ હતી પણ આર્ટિસ્ટ શબ્બીર અહલુવાલિયા અને પ્રજ્ઞાનું કૅરેક્ટર કરતી શ્રૃતિ ઝા હાથમાંથી નીકળી ન જાય એવા હેતુથી જ આ શૉને આગળ ધક્કો મારી દેવામાં આવ્યો હતો.
ડેઇલી સૉપમાં પંદરસો એપિસોડ અઘરું કામ છે અને એમ છતાં આજે પણ ઝી ટીવીના પ્રાઇમ ટાઇમ પર ઓનએર થતો આ શૉ ટીઆરપી રેટિંગમાં ટોપ ટેન શો પૈકીનો એક શો છે.

shabbir ahluwalia kumkum bhagya