લક્ષ્મણનાં રૂમમાં 8 ફિટ લાંબો કોબ્રા ઘુસ્યો, એંગ્રી યંગમેન ગભરાઇ ગયા

14 May, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લક્ષ્મણનાં રૂમમાં 8 ફિટ લાંબો કોબ્રા ઘુસ્યો, એંગ્રી યંગમેન ગભરાઇ ગયા

લોકોએ સેટ પર તેમની મજાક પણ કરી કે લક્ષ્મણનાં રૂમમાં તો સાપ મળે જ ને.

લૉકડાઉનનાં સમયમાં કોરોનાવાઇરસ સિવાય જો કોઇ બાબત સૌથી વધુચર્ચાતી હોય તો એ છે રામાયણ. રામાયણનાં પુનઃપ્રસારણને કારણે દૂરદર્શનને તો નવું જીવન મળ્યું જ છે પણ સાથે સાથે અભિનેતાઓ સુની લહરી, દિપિક ચિખલીયા અને અરુણ ગોવિલ પણ ફરી સમાચારોમાં ઝળક્યા છે. લક્ષ્મણનો રોલ કરનારા સુનીલ લાહરી તો રોજ એક વીડિયો પોસ્ટ કરીને પોતે રામાયણ સાથે જોડાયેલી યાદો તાજી કરે છે અને આવા જ એક વીડિયોમાં તેમણે એ દિવસની વાત કરી જ્યારે તેમને ગળું ડરને માર્યે સુકાઇ ગયું હતું. તેમણે કહ્યું કે એક વાર તેમના મેકઅપ રૂમનાં બાથરૂમમાં કોબ્રા સાપ નીકળ્યો હતો અને તેમના હાજા ગગડી ગયા હતા. કોબ્રા એટલે કે નાગને આમ તો શેષ નાગનો અવતાર માનવામાં આવે છે પણ આઠ ફિટ લાંબા નાગને જોઇને તો પોતાનો અવતાર જ જોખમમાં લાગવા માંડે તે સ્વાભાવિક છે. સુનીલ લાહરીએ એક ઇન્ટરવ્યુમાં આ પ્રસંગની વાત કરતા કહ્યું કે, હું વોશરૂમમાં ગયો અને મને કંઇ ચમકતું દેખાયું, એ જૂની જગ્યા હતી એટલે ત્યાં લાકડા વગેરે મુક્યા હોય એમ બને પણ મેં એક માણસને બોલાવીને ચેક કરવા કીધું તો એણે કહ્યું કે ત્યાં તો મોટો નાગ છે.સુનીલ લહરીને પેલા માણસની વાત પર વિશ્વાસ ન થયો તો પેલા માણસે લાકડીને છેડે કપડું બાંધી આગ લગાડી ધુમાડો કર્યો તો ગરમી થતા સાપ ઉપરથી નીચે પડ્યો અને ત્યારે ખબર પડી કે એ તો આઠ ફિટ લાંબો સાપ હતો.લોકોએ સેટ પર તેમની મજાક પણ કરી કે લક્ષ્મણનાં રૂમમાં તો સાપ મળે જ ને વળી જો કે આ વાત કીધા પછી સુનીલ લહરીએ કહ્યું કે આ પ્રસંગ કંપાવી દે તેવો હતો.

ramayan doordarshan television news