‘આજના તણાવભર્યા માહોલમાં કૉમેડી શો વધારે જરૂરી છે’

21 April, 2020 07:43 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

‘આજના તણાવભર્યા માહોલમાં કૉમેડી શો વધારે જરૂરી છે’

ભાભીજી ઘર પે હૈં શોથી ફેમસ થયા છે રોહિતશ્વ ગૌડ

‘ભાભીજી ઘર પર હૈ’માં મનમોહન તિવારીનો રોલ ભજવી રહેલા અભિનેતા રોહિતશ્વ ગૌડનું કહેવું છે કે કોરોનાની મહામારીમાં જ્યારે વાતાવરણ તણાવભર્યું થઈ ગયું છે ત્યારે હકારાત્મક બાબતો મહત્ત્વનો ભાગ ભજવે છે. રોહિતશ્વેે આજના સમયમાં કૉમેડી શો કેટલા મદદરૂપ બને છે એ વિશે જણાવ્યું કે ‘હું સ્વીકારું છું કે કોરોનાએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે, પણ જો આવી પરિસ્થિતિમાં આપણે પૅનિક થઈ ગયા તો જીવવું અઘરું બનશે એથી જ આપણે સોશ્યલ મીડિયાના માધ્યમથી પૉઝિટિવિટી ફેલાવવી જોઈએ. કૉમેડી શો જોઈને આપણે હસીએ છીએ અને કેટલાક સમય માટે સ્ટ્રેસ-ફ્રી બની જઈએ છીએ, જે સારી બાબત છે.’
રોહિતશ્વ પોતે પણ ‘ભાભીજી ઘર પર હૈ’ના પણ અમુક એપિસોડ જુએ છે અને એ જોઈને આગામી એપિસોડમાં વધુ સારો પર્ફોર્મન્સ આપવા ઇચ્છે છે. તેણે ‘લાપતાગંજ’, ‘માલગુડી ડેઝ’, મિસ્ટર યોગી’, ‘વાગલે કી દુનિયા’, ‘યે જો હૈ ઝિંદગી’ જેવા જૂના શો તેમ જ ‘જાને ભી દો યારોં’ ફિલ્મ આ લૉકડાઉનમાં જોવાનું સૂચવ્યું છે.

television news entertainment news