રોકડા ચાર હાથથી ઊભી થઈ છે હમ, તુમ ઔર ક્વૉરન્ટીન

21 April, 2020 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

રોકડા ચાર હાથથી ઊભી થઈ છે હમ, તુમ ઔર ક્વૉરન્ટીન

ભારતી સિંઘ અને હર્ષ લિંબાચિયા

લૉકડાઉન વચ્ચે કલર્સ ચૅનલ પર શરૂ કરવામાં આવેલી કૉમેડી સિરીઝ ‘હમ, તુમ ઔર ક્વૉરન્ટીન’ કદાચ જગતની પહેલી એવી સિરિયલ છે જે સૌથી ઓછામાં ઓછા સ્ટાફથી બનાવવામાં આવી છે, પણ આને માટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને પૂરું શ્રેય આપવું પડે એમ છે. ભારતી અને હર્ષ આ શો હોસ્ટ કરે છે, પણ સાથોસાથ ક્રૂનું કામ પણ તેમણે બન્નેએ જ સંભાળી લીધું છે. ભારતી પોતાની અને હર્ષની કૉસ્ચ્યુમ ડિઝાઇનર છે તો સાથોસાથ તે પોતાની અને હર્ષની મેકઅપ-આર્ટિસ્ટ પણ છે. સામા પક્ષે હર્ષે બધા ટેક્નિકલ પાસાં સંભાળી લીધાં છે. હર્ષ ડિરેક્શન અને કૅમેરાપર્સનની ડ્યુટી સંભાળે છે તો રાઇટિંગ પાર્ટની જવાબદારી પણ તેની છે અને લાઇટ ડિઝાઇનિંગ પણ હર્ષ સંભાળે છે.
‘હમ, તુમ ઔર ક્વૉરન્ટીન’ માટે પૂરતો સમય આપી શકાય એવા હેતુથી આ કપલે ઘરનાં કામોની પણ વહેંચણી કરી નાખી છે. ભારતી કહે છે, ‘જો હું કુકિંગ કરું તો હર્ષ ક્લીનિંગની જવાબદારી સંભાળી લે છે. જો તે ઘરની સફાઈ કરી નાખે તો હું કિચન ક્લીન કરી લઉં છું. સાથે કામ કરતાં હોવાનો અને એક જ ફીલ્ડમાં હોવાનાં બધાં ઍડ્વાન્ટેજ અમે બન્ને લઈએ છીએ.’
‘હમ, તુમ ઔર ક્વૉરન્ટીન’ એકમાત્ર એવી સિરિયલ છે જે લૉકડાઉનમાં બનવાનું શરૂ થયું હોય અને લૉકડાઉનમાં જ ઑનઍર થઈ હોય.

television news entertainment news