ઈજા સાથે કૅરી ઑન

22 October, 2020 10:30 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

ઈજા સાથે કૅરી ઑન

તનાઝ ઈરાનીએ બ્રેક લીધા વિના ‘અપના ટાઇમ ભી આએગા’નું શૂટ ચાલુ રાખ્યું

પહેલી વખત નેગેટિવ કૅરૅક્ટરમાં જોવા મળતી તનાઝ ઈરાની અત્યારે પોતાના ઝીટીવીના શો ‘અપના ટાઇમ ભી આએગા’નું શૂટિંગ એક આંખ પર પાંપણ પર પટ્ટી બાંધીને કરે છે. બન્યું એમાં એવું કે તનાઝ પોતાની દીકરી સાથે રમતી હતી એ દરમ્યાન તેને આંખ પર ઈજા થઈ. નસીબજોગે આંખ માત્ર એકથી બે મિલીમીટર જેટલા અંતરને લીધે બચી ગઈ પણ ડૉક્ટરે સ્પષ્ટ સૂચના આપી કે આરામ કરવો પડશે નહીં તો આંખને પણ નુકસાન થઈ શકે છે. સૂચના સાથે તનાઝની આંખ પર મોટો પાટો પણ આવી ગયો.
નવો જ શો અને શોની મોટી બૅન્ક નહીં હોવાને લીધે આરામ કરવો તનાઝ માટે પૉસિબલ નહીં હોવાથી તેણે ચીવટ રાખવાનું નક્કી કર્યું પણ શૂટિંગ અટકાવવાની ના પાડી દીધી અને આંખ પર આવેલો મોટો પાટો હટાવીને નાની પટ્ટી સાથે તેણે શૂટિંગ ચાલુ કરી દીધું. તનાઝ કહે છે, ‘પેઇન ન થાય એની માટે દવા લઉં છું અને ઓછામાં ઓછો સમય આંખ ખુલ્લી રાખું છું જેથી આંખને આરામ પણ મળી રહે, પણ શૂટિંગ અટકાવી શકાય એમ નથી એટલે હું કામ તો કરતી રહેવાની છું.’
આ જે ભાવના છે એને તમે કામ પ્રત્યેનું ડેડિકેશન કહી શકો.

television news entertainment news