Breaking News: વેટરન એક્ટ્રેસ તબ્બસુમ ગોવિલનું 78ની વયે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન

19 November, 2022 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રામાયણમાં રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલના ભાભી અને વેટરન એક્ટ્રેસ તબ્બસુમ ગોવિલનું 78ની વયે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું છે.

તબ્બસુમ ગોવિલ (ફાઈલ તસવીર)

ટેલીવિઝન (Television) તેમજ બૉલિવૂડ જગતમાં (Bollywood Industry) શોકની લહેર ફરી વળી છે. જાણીતાં અભિનેત્રી તબ્બસુમ ગોવિલનું (Veteran Actress Tabassum Govil) 78 વર્ષની ઉંમરે કાર્ડિએક અરેસ્ટ (Cardiac Arrest) આવવાથી નિધન થયું છે. રામાયણમાં (Ramayan) રામનું (Ram) પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલના (Sister in Law of Arun Govil) ભાભી અને વેટરન એક્ટ્રેસ (Veteran Actress) તબ્બસુમ ગોવિલનું (Tabassum Govil) 78ની વયે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું છે. 

તબ્બસુમ ગોવિલ જાણીતાં અભિનેત્રી અને ટીવી હોસ્ટ હતાં. તેમણે પ્રથમ ભારતીય ટીવી ટોક શો `ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન` હોસ્ટ કર્યું અને તે માટે તેઓ ખૂબ જ લોકપ્રિય પણ થયાં. આ શૉ 1972 થી 1993 દરમિયાન પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે સંગ્રામ, જોગન, દીદાર, ધર્મપુત્ર, જોની મેરા નામ, તેરે મેરે સપને, શાદી કે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બાદ ચમેલી કી શાદીમાં પણ તેમણે કામ કર્યું. 

તબ્બસુમ ગોવિલના 23 એપ્રિલ 2021માં નિધનનાં ખોટાં સમાચાર વાયરલ થતાં તેમણે પોતે જ જે તે ખોટાં સમાચારની તસવીર પર ફેક લખીને શૅર કરી હતી. તે દરમિયાન તેમણે કોવિડને માત આપી હતી પણ આ વખતે કાર્ડિએક અરેસ્ટને તેઓ માત આપી શક્યાં નહીં અને આપણે પીઠ અભિનેત્રીને ગુમવી દીધા છે. તેમની પ્રાર્થનાસભા 21 નવેમ્બરના રોજ આર્ય સમાજમાં સાંતાક્રૂઝ લિંકિંગ રોડ ખાતે રાખવામાં આવી છે. 

television news indian television entertainment news