જાણો કોણ છે 'તારક મહેતા'ની બબીતાજીનો ક્રશ, નામ સાંભળીને તમે ચોંકી જશો

29 July, 2020 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણો કોણ છે 'તારક મહેતા'ની બબીતાજીનો ક્રશ, નામ સાંભળીને તમે ચોંકી જશો

મુનમુન દત્તા

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ફૅમસ અભિનેત્રી મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં બબીતાજીના રોલે ખાસ ઓળખાણ બનાવી છે. આ શૉ ટૂંક સમયમાં 3000 એપિસોડ્સ પૂર્ણ કરશે, જે કોરોના રોગચાળો હોવા છતાં શૂટિંગનું કામ ચાલી રહ્યું છે. આમ તો મુનમુન દત્તા પર લાખો છોકરાઓ ફિદા છે અને ફૅન એની ફૅન ફૉલોઈંગ પણ સૌથી વધારે છે, પરંતુ એના દિલમાં કોણ રાજ કરે છે, એ જાણવા માટે બધા ઉત્સુક છે. જોકે આ સીક્રેટ પોતે મુનમુને ખોલ્યું છે અને પોતાના ક્રશ વિશે જાણકારી આપી છે.

આ પણ જુઓ : Bhavya Gandhi: તારક મહેતા...શૉનો તોફાની 'ટપુડો' હાલ દેખાય છે આવો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાના ફૅમસ રોલ માટે મુનમુન દત્તા એટલે કે બબીતાજી સોશિયલ મીડિયા પર ઘણી ફૅમસ છે અને પોતાના ફૅન્સને પોતાના પોસ્ટ દ્વારા ખાસ માહિતા અપડેટ કરતી હોય છે. મુનમુન દત્તા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

આ પણ જુઓ : તારક મહેતા શૉના 'ભીડે માસ્ટર' અસલમાં છે એન્જિનિયર, આવી રીતે બદલાઈ ગઈ લાઈફ

હાલ એક રિપોર્ટ અનુસાર મુનમુને પોતાના ક્રશ વિશે ખુલાસો કર્યો છે. એમણે જણાવ્યું છે કે તે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પ્રેમ કરે છે અને તે રાવલપિંડી એક્સપ્રેસના નામથી ઝડપી બોલર પર બબીતાજીનો ક્રશ છે. અખ્તર સિવાય એમણે જણાવ્યું કે બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ તે પસંદ કરે છે.

television news taarak mehta ka ooltah chashmah tv show entertainment news