સલમાન સાથે બિગ બૉસનો પ્રોમો શૂટ કરનાર સુરભિ જ્યોતિની ઇચ્છા

31 August, 2019 08:13 AM IST  |  મુંબઈ

સલમાન સાથે બિગ બૉસનો પ્રોમો શૂટ કરનાર સુરભિ જ્યોતિની ઇચ્છા

સલમાન ખાન તેના રિયલિટી શો ‘બિગ બૉસ’ની તેરમી સીઝનનો પ્રોમો વિવિધ અવતારમાં શૂટ કરી રહ્યો છે. તેણે હાલમાં જ સુરભિ જ્યોતિ સાથે નવો પ્રોમો શૂટ કર્યો છે. તે સલમાન સાથે કસરત કરતી જોવા મળી રહી છે. તે શોમાં કોને જોવા માગે છે એ વિશે પૂછતાં સુરભિએ કહ્યું હતું કે ‘હું છેલ્લી બે સીઝનથી ‘બિગ બૉસ’ જોઈ રહી છું. આ ઘરમાં રહેવા માટે ઘણી ધિરજની જરૂર છે અને મને નથી લાગતું કે હું એમાં ભાગ લઈ શકું. આ શોના ફૅન તરીકે હું એમાં વરુણ તૂર્કી, નિયા શર્મા અને સુરભિ ચંદાને જોવા ઇચ્છું છું.’

આ પણ વાંચોઃ મનીષ પૉલ-પ્રિન્સ નેરુલાએ કેમ વિઝ્‌યુઅલી ચૅલેન્જ બાળકોને કર્યું દાન?

Salman Khan Bigg Boss 12 entertaintment