લૉકડાઉનમાં મમ્મીના હાથનાં સ્વાદિષ્ટ પકવાનોનો આનંદ લઈ રહ્યો છે સની સિંહ

14 September, 2020 09:03 PM IST  |  Mumbai | Mumbai Correspondent

લૉકડાઉનમાં મમ્મીના હાથનાં સ્વાદિષ્ટ પકવાનોનો આનંદ લઈ રહ્યો છે સની સિંહ

સની સિંહ

‘પ્યાર કા પંચનામા 2’માં જોવા મળેલો સની સિંહ તેની મમ્મીના હાથની રસોઈનો મન મૂકીને આનંદ લઈ રહ્યો છે. એ વિશે જણાવતાં સની સિંહે કહ્યું હતું કે ‘લૉકડાઉન શરૂ થયા બાદથી જ હું મારી મમ્માના હાથનાં સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ રહ્યો છું. તે જે પણ બનાવે છે એ મને ખૂબ પસંદ પડે છે. તે દરરોજ કંઈક ને કંઈક નવું બનાવે છે. શૂટિંગ તો હાલમાં બંધ છે એટલે હું એ તમામ વ્યંજનોનો આનંદ લઈ રહ્યો છું. બાદમાં એને બૅલૅન્સ કરવા માટે હું વર્કઆઉટ કરીશ. મને મમ્મીના હાથે બનાવેલું ભોજન ખૂબ પસંદ છે. ખાસ કરીને તો વધારે પડતા તેલ અને મસાલાથી ભરપૂર ભોજન. થોડા દિવસો પહેલાં ચીટ-ડે પર તેણે બનાવેલાં સમોસાં હજી પણ યાદ છે. મને પરાઠાં પણ ગમે છે. તેના હાથે બનાવેલાં તમામ વ્યંજનો મને પસંદ છે. ઘરે બનાવેલી મીઠાઈઓ પણ ખૂબ પસંદ છે. હું ઘણીબધી મીઠાઈઓ ખાઈ લઉં છું. એનો તો કોઈ હિસાબ જ નથી.’

bollywood bollywood news bollywood gossips