ઑનલાઇન ટીચર બનેલી 'ગુત્થી' જ્યારે સ્ટૂડન્ટ્સ પર થઈ ગુસ્સે, જુઓ વીડિયો

01 July, 2020 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑનલાઇન ટીચર બનેલી 'ગુત્થી' જ્યારે સ્ટૂડન્ટ્સ પર થઈ ગુસ્સે, જુઓ વીડિયો

સુનીલ ગ્રોવર

આખા દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને પોઝિટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે વિશ્વમાં લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. સરકારે આ વાઈરસથી બચવા લૉકડાઉનની જાહેરાત કરી છે, કારણકે હજી કોઈ દવા કે વેક્સીન બની નથી. ત્યારે ફિલ્મથી શૂટિંગ, મૉલ, સ્કૂલ અને કૉલેજ બંધ છે. એવામાં ટીચર્સ બાળકોના ઑનલાઈન ક્લાસ અને વીડિયો કૉન્ફેરન્સ દ્વારા ભણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જ્યાં બાળકો ટીચર્સને હેરાન કરવા માટે ઈન્ટરનેટ ખરાબ છે એવુ બહાના કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કૉમેડિયન સુનીલ ગ્રોવર, જે કપિલ શર્મા શૉમાં ગુત્થી નામથી ઘણો ફૅમસ છે. એમણે એક ફની વીડિયો બનાવ્યો છે, જેને જોઈને તમે હસી-હસીને પાગલ થઈ જશો.

સુનીલ ગ્રોવરે આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જ્યાં તેઓ ટીચર અને વિદ્યાર્થી બન્નેના રૂપમાં નજર આવી રહ્યા છે અને સ્ટૂડન્ટના રૂપમાં એમણે ટીચરને વિચિત્ર રીતે હેરાન કર્યું. વીડિયોમાં બન્ને રોલ સુનીલ ગ્રોવર ભજવી રહ્યા છે. ટીચર સ્ટૂડન્ટને કહે છે, ટિન્કૂ વર્ચ્યુ્અલ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે હિન્દી વાંચીશું. એટલું જ સાંભળતા ટિન્કૂ એક જ જગ્યા પર હલ્યા વગર શાંતિથી બેસી જાય છે. ટીચરને લાગે છે કે ઈન્ટરનેટ પ્રોબ્લેમ છે. ત્યારે પાછળ એક મહિલા આવી જાય છે અને ટીચરને લાગે છે ટિન્કૂ ખોટા બહાના કરી રહ્યો છે. ટીચર ટિન્કૂ પર ગુસ્સે થઈ જાય છે અને વીડિયો પૂરો થઈ જાય છે.

આ વીડિયોને 1 જૂન એટલે આજે સવારે શૅર કરવામાં આવ્યો છે, આ વીડિયોને અત્યાર સુધી 4 લાખ વ્યૂઝ મળ્યા છે. સાથે જ એમણે કેપ્શનમાં લખ્યું છે, 'વર્ચ્યુઅલ ક્લાસના બદમાશ બાળકો'.

sunil grover entertainment news television news tv show