સન ઑફ અબિશ હવે નેટફ્લિક્સની યુટ્યુબ ચૅનલ પર

12 November, 2020 09:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સન ઑફ અબિશ હવે નેટફ્લિક્સની યુટ્યુબ ચૅનલ પર

સન ઑફ અબિશ હવે નેટફ્લિક્સની યુટ્યુબ ચૅનલ પર

સોશ્યલ મીડિયા સેન્સેશન, કૉમેડિયન અને હોસ્ટ અબિશ મૅથ્યુ હવે નેટફ્લિક્સ માટે ચૅટ -શો હોસ્ટ કરવાનો છે. અબિશ તેના ચૅટ-શો ‘સન ઑફ અબિશ’ને કારણે પૉપ્યુલર બન્યો છે. આ વખતે ‘સન ઑફ અબિશ’ની આઠમી સીઝન છે જેને નેટફ્લિક્સની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવશે. આ ચૅટ-શોમાં જાણીતા સેલિબ્રિટીઝ મહેમાન બને છે અને એમાં દર્શકોને કૉમેડી સાથે વિવિધ ટાસ્ક પણ જોવા મળે છે. આ વખતે અબિશ વર્ચ્યુઅલી ઇન્ટરવ્યુ લેશે જેમાં આવનારી ફિલ્મો, સિરીઝના કલાકારો પણ જોવા મળશે.
નેટફ્લિક્સની યુટ્યુબ ચૅનલ પર ૧૪ નવેમ્બરથી આ શો શરૂ થવાનો છે. અબિશે સોશ્યલ મીડિયા પર આ શોનું ટ્રેલર શૅર કરીને લખ્યું છે, ‘આપણે આ વિશે એકાદ વર્ષથી વાત કરતા હતા. નેટફ્લિક્સની ટીમનો આભાર. મને બ્રૅન્ડ ન્યુ હોમ મળ્યું.’
ઉલ્લેખનીય છે કે પોતાની સેન્સ ઑફ હ્યુમર થકી અલાયદું સ્થાન બનાવનાર અબિશે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં પણ કામ કર્યું છે.

netflix television news