પોતાની વાઇફ માટે અનુપમા શોમાં કામ કરવાનું પસંદ કર્યું સુધાંશુ પાન્ડેએ

09 March, 2020 07:18 PM IST  |  Mumbai Desk

પોતાની વાઇફ માટે અનુપમા શોમાં કામ કરવાનું પસંદ કર્યું સુધાંશુ પાન્ડેએ

સુધાંશુ પાંડે

સુધાંશુ પાન્ડેએ સ્ટાર પ્લસ પર શરૂ થનારા શો ‘અનુપમા’ વિશે જણાવ્યું હતું કે તેણે તેની વાઇફ માટે આ શોમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. આ ૧૬ માર્ચથી સ્ટાર પ્લસ પર સોમવારથી શનિવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે. સિરિયલમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક હાઉસવાઇફ પોતાના હસબન્ડ અને બાળકોની કાળજી લે છે. આ શોમાં સુધાંશુની વાઇફના રોલમાં રૂપાલી ગાંગુલી જોવા મળશે. સુધાંશુનું પાત્ર વનરાજનું છે. શો વિશે સુધાંશુએ કહ્યું હતું કે ‘મેં ટેલિવિઝન પર અનેક પ્રકારના રોલ્સ ભજવ્યા છે. મારું માનવું છે કે વનરાજનું પાત્ર એ બધા રોલ્સ કરતાં એકદમ અલગ છે. મને જ્યારે આ શો વિશે જાણવા મળ્યું ત્યારે એના નરેશન સાથે હું સંકળાઈ ગયો હતો. પહેલો જ વિચાર મને એ આવ્યો કે મારે આ શો કરવો જ છે. આ શો મારી વાઇફને સમર્પિત છે. તે નિઃસ્વાર્થભાવે મારી અને અમારાં બાળકોની કાળજી લે છે. તે હંમેશાં અમારા વિશે વિચારે છે. હું એટલું જરૂર કહીશ કે આ તમામ હોમમેકર્સને સમર્પિત છે જે અમારી લાઇફના ધ્યેયને પૂરાં કરવા માટે અમારા પડખે અડીખમ ઊભી રહે છે. તેઓ જ ખરી મલ્ટિટાસ્કર્સ છે. તેમના વગર અમારી લાઇફની હું કલ્પના સુધ્ધાં નથી કરી શકતો.’

sudhanshu pandey bollywood bollywood news entertainment news television news