લાઇફમાં પહેલી વાર બનવાનું આવ્યું કિન્નર

22 May, 2021 12:44 PM IST  |  Mumbai | Rashmin Shah

‘કુંડલી ભાગ્ય’ના લીડ ઍક્ટર સૃષ્ટિ, પ્રીતા અને સમીર હવે અક્ષયના આરોપીઓને શોધવા માટે નાન્યતર જાતિનું રૂપ ધારણ કરવાના છે

લાઇફમાં પહેલી વાર બનવાનું આવ્યું કિન્નર

ઝીટીવીના સુપરહિટ શો ‘કુંડલી ભાગ્ય’માં જબરદસ્ત મોટો વળાંક આવી રહ્યો છે. આ વળાંક મુજબ અક્ષયનું મર્ડર થાય છે અને એ મર્ડર કરનારાને શોધવાનું કામ પોલીસ શરૂ કરે છે, પણ પોલીસ પર ભરોસો રાખવાને બદલે જાતે પણ એની તપાસ કરવાનું કામ સિરિયલના મુખ્ય કૅરૅક્ટર એવા સૃષ્ટિ, પ્રીતા અને સમીર પણ કામે લાગે છે અને આ કામ દરમ્યાન પોતાની ઓળખ છુપાવવા માટે એ ત્રણેય કિન્નરનું રૂપ ધારણ કરે છે.
કિન્નર બનવાનું કામ કરનાર સિરિયલના લીડ સ્ટાર શ્રદ્ધા આર્યા, અંજુમ ફકીહ અને અભિષેક કપૂરને આ કામમાં ભારોભાર તકલીફ પડી હતી. અભિષેકને પોતાની બૉડી-લૅન્ગ્વેજમાં પ્રૉબ્લેમ થતો હતો તો શ્રદ્ધા અને અંજુમને પોતાના અવાજનો બેઝ વધારવામાં તકલીફ પડતી હતી. અભિષેક કહે છે, ‘લાઇફમાં પહેલી વાર આવું કૅરૅક્ટર કરવાનું આવ્યું છે, જેને માટે અમે ત્રણેય જણે સાથે બેસીને અનેક વિડિયો જોયા અને વિડિયો પરથી કૅરૅક્ટરિસ્ટિક ડેવલપ કરવાનું કામ પણ કર્યું. અમે ઓરિજિનલ કિન્નર નથી એટલે અમારાથી ગોટાળા પણ થાય છે, જેને અમારે સમાવી લેવાના છે, પણ એ બધું કરવામાં ક્યાંય પણ આર્ટિફિશ્યલ ન થઈ જઈએ એનું પણ ધ્યાન રાખવાનું છે.’
‘કુંડલી ભાગ્ય’ અત્યારે ટીઆરપીમાં ટોચના પાંચ શો પૈકીનો એક છે.

Rashmin Shah television news indian television entertainment news