જાદુ અને સાથે સંસ્કૃતિ પણ

16 November, 2020 09:48 PM IST  |  Mumbai | Agencies

જાદુ અને સાથે સંસ્કૃતિ પણ

જાદુ અને સાથે સંસ્કૃતિ પણ

વાત જાદુની આવે ત્યારે બધાને એ આઉટડેટેડ લાગે, પણ જો વાત સોની બીબીસી અર્થ ચૅનલના શો ‘યુ ગૉટ મૅજિક’ની આવે ત્યારે આંખોમાં અચંબો ચોક્કસ પથરાઈ જાય. સોની બીબીસી અગાઉ પણ આ શો કરી ચૂકી છે અને હવે ગુરુવારથી એની નવી સીઝન નીલ માધવ સાથે આવી રહી છે. આ નવી સીઝનમાં માત્ર ભારતીય જાદુના નવા સત્ત્વ અને તત્ત્વની શોધની વાત નથી, પણ એમાં ભારતીય સંસ્કૃતિ, ખાનપાન અને ભારતીય પરંપરાને પણ જોડવામાં આવી છે, જેને માટે નીલ દેશભરમાં ભ્રમણ કરીને દેહરાદૂન, કેરળ, ઉત્તરાખંડ, અમદાવાદ, આગરા, દેવગઢ, ચંડીગઢ જેવાં શહેરોમાં જશે અને એ વિસ્તાર સાથે જોડાયેલી અકલ્પનીય વાતોને પણ બહાર લાવશે તો સાથોસાથ પોતાની મૅજિક ટ્રિક પણ દેખાડતો રહેશે. નીલ માધવે કહ્યું કે ‘આ શોની ખાસિયત એ છે કે એ ઑડિયન્સને એન્ટરટેઇનમેન્ટ અને એજ્યુકેશનની સાથોસાથ ભારત માટે રિસ્પેક્ટ પણ જન્માવે છે અને ભારતની ધરતી પર રહેલા નાનામાં નાના મૅજિકને પણ સૌકોઈની સામે મૂકે છે.’
નીલ માધવ ઇન્ટરનૅશનલી ખ્યાતિપ્રાપ્ત મૅજિશ્યન છે. તેણે પોતાના આ મૅજિકના શોખને સંસ્કૃતિ સાથે જોડવાનું કામ અદ્ભુત રીતે કર્યું છે.

rajkot television news indian television