27 May, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તુલસીનો રોલ કરનારી સ્મૃતિ ઈરાની અને પાર્વતીનો રોલ કરનાર સાક્ષી તનવરની ગણતરી ટેલિવિઝનની આદર્શ વહુઓ તરીકે થાય છે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનના કેટલાક એપિસોડમાં સાક્ષી તનવરની હાજરી જોવા મળી હતી. તાજેતરમાં સ્મૃતિએ સોશ્યલ મીડિયા પર સાક્ષી સાથેની એક તસવીર પોસ્ટ કરીને તેની દિલથી પ્રશંસા કરી છે.
સ્મૃતિએ સાક્ષી સાથેની તસવીર શૅર કરીને લખ્યું, ‘કેટલાક દિવસો એવા હોય છે અને કેટલાક લોકો એવા હોય છે જેમને તમે હંમેશાં યાદ રાખો છો, કારણ કે તેઓ સૌથી મુશ્કેલ કામને પણ ખૂબ સરળ બનાવી દે છે. એવો જ એક દિવસ. તે એક ખાસ વ્યક્તિની યાદ સાથે...’