સિન્ગિંગ મારા માટે શોખ કરતાં પણ વિશેષ છે : નેહા મર્દા

03 April, 2020 05:43 PM IST  |  Mumbai Desk

સિન્ગિંગ મારા માટે શોખ કરતાં પણ વિશેષ છે : નેહા મર્દા

‘ક્યૂં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં લીડ રોલમાં જોવા મળનાર નેહા મર્દાનું કહેવું છે કે તેના માટે ગીત ગાવું એ તેના શોખ કરતાં પણ વિશેષ છે. ઝીટીવી પર આ શો દ્વારા તેણે ફરી કમબૅક કર્યું છે. આ શોમાં તે શુભ્રાના પાત્રમાં જોવા મળશે. તે પુણેમાં રહેતી એક હાઉસવાઇફ અને બે બાળકોની મમ્મી છે જે લગ્ન પહેલાં એક સફળ ડિઝાઇનર હોય છે. તે ઍક્ટિંગમાં તો માહેર છે જ, પરંતુ સાથે જ ગીત ગાવામાં પણ તેણે હથોટી મેળવી છે. તે બાળપણમાં અનેક દિગ્ગજ સંગીતકારોનાં ગીતો ગાતી હતી. આ વિશે વિસ્તારમાં જણાવતાં નેહાએ કહ્યું હતું કે ‘સિન્ગિંગ મારા માટે શોખ કરતાં પણ ખાસ છે. આ મારી લાઇફનો એક ભાગ છે. હું બાળપણમાં ટૉપના સંગીતકારોનાં ગીતો ગાતી હતી. એ સમયથી જ મારી જર્ની શરૂ થઈ હતી. ખરું કહું તો સંગીતથી મને ખૂબ ખુશી મળે છે. સંગીત મને શાંતિ આપે છે. હું છેલ્લાં થોડાં વર્ષોથી હું મારાં ફેવરિટ ગીતોને રેકૉર્ડ કરું છું અને એને સોશ્યલ મીડિયામાં શૅર કરું છું. આવી રીતે હું વિશ્વની સાથે મારાં ગીતોને મારા અવાજમાં શૅર કરું છું. મારો વિશ્વાસ છે કે મ્યુઝિક દરેક સ્થિતિને ઠીક કરી દે છે. આ રીતે હું લોકો માટે સંગીત દ્વારા દરેકની ખુશીમાં યોગદાન આપવા માગું છું.’

television news entertainment news