બિગ બૉસની સીક્રેટ રૂમમાં સિદ્ધાર્થ શુક્લા ને પારસ છાબરા

09 December, 2019 11:53 AM IST  |  Mumbai | Harsh Desai

બિગ બૉસની સીક્રેટ રૂમમાં સિદ્ધાર્થ શુક્લા ને પારસ છાબરા

સિદ્ધાર્થ શુક્લા

કલર્સ ચૅનલ પર આવતા ‘બિગ બૉસ ૧૩’માં સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબરાને સીક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યા છે. પારસને આંગળીની સર્જરી માટે ઘરની બહાર જવું પડ્યું હતું. સિદ્ધાર્થને પણ ટાઇફૉઇડ થયો હોવાથી તે ગઈ કાલે ઘરની બહાર ગયો હતો. ઘરના તમામ સ્પર્ધકને એમ જ છે કે તે બીમાર હોવાથી બહાર ગયો છે. જોકે એ વાત સાચી છે કે તે સારવાર લઈ રહ્યો છે, પરંતુ તે ઘરની તમામ હિલચાલ પર નજર પણ રાખશે. સિદ્ધાર્થને સારવારની સાથે સીક્રેટ રૂમમાં પારસ પણ જોડાશે જે પહેલેથી જ બહાર હતો. ‘બિગ બૉસ’ની શરૂઆતમાં પારસ અને સિદ્ધાર્થ બન્ને સામસામે હતા. આસિમ રિયાઝ સાથેની લડાઈ બાદ પારસ અને સિદ્ધાર્થ વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. જોકે એલિમિનેશન ટાસ્કમાં સિદ્ધાર્થે પારસની જગ્યાએ આસિમને પસંદ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સીક્રેટરૂમમાં બેસીને ઘરની હિલચાલ પર નજર રાખી તે કઈ રણનીતિ અપનાવે છે એ જોવું રહ્યું.

Bigg Boss siddharth shukla