‘સસુરાલ સિમર કા 2’નું આગરામાં ચાલી રહ્યું છે શૂટિંગ

15 April, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે નસીબદાર છીએ કે અમને આ અદ્ભુત બૅકડ્રૉપ્સની સામે શૂટિંગ કરવાની તક મળી. સાથે જ એક અગત્યની સીક્વન્સ માટે અમે દુનિયાની સાત અજાયબીઓમાંની એક અજાયબી તાજ મહલ પાસે શૂટિંગ કર્યું હતું.’

‘સસુરાલ સિમર કા 2’નું આગરામાં ચાલી રહ્યું છે શૂટિંગ

‘સસુરાલ સિમર કા 2’ની ટીમ આગરામાં શૂટિંગ કરી રહી છે. એક ખાસ સીક્વન્સ માટે ટીમ અહીં પહોંચી છે. દીપિકા કક્કડ, જયતી ભાટિયા, રાધિકા મુથુકુમાર અને તાન્યા શર્માએ પ્રેમની નિશાની એવા તાજ મહલ પાસે શૂટિંગ શરૂ કરી દીધું છે. ૨૬ એપ્રિલથી આ શો કલર્સ પર ઑન-ઍર થવાનો છે. શોમાં નવી સિમરના રોલમાં જોવા મળનાર રાધિકાએ કહ્યું હતું કે ‘અમે હાલમાં આગરામાં અગત્યની સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છીએ. આ ખૂબ જ સારો અનુભવ છે. આગરા એની પરંપરા અને એના સ્થાનને કારણે ખૂબ પ્રચલિત છે. અમે નસીબદાર છીએ કે અમને આ અદ્ભુત બૅકડ્રૉપ્સની સામે શૂટિંગ કરવાની તક મળી. સાથે જ એક અગત્યની સીક્વન્સ માટે અમે દુનિયાની સાત અજાયબીઓમાંની એક અજાયબી તાજ મહલ પાસે શૂટિંગ કર્યું હતું.’

television news indian television entertainment news sasural simar ka