પંડ્યા સ્ટોરનું શૂટિ‍ંગ સોમનાથમાં શરૂ

15 January, 2021 08:54 AM IST  |  Ahmedabad | Mumbai correspondent

પંડ્યા સ્ટોરનું શૂટિ‍ંગ સોમનાથમાં શરૂ

પંડ્યા સ્ટોરનું શૂટિ‍ંગ સોમનાથમાં શરૂ

સ્ટાર પ્લસ પર આવનારા નવા શો ‘પંડ્યા સ્ટોર’નું શૂટિંગ સોમનાથમાં શરૂ કરવામાં આવ્યું છે. શોની વાર્તા સોમનાથમાં જ વસતા બ્રાહ્મણ-પરિવારની અને એ પરિવારના મોટા દીકરા તથા પુત્રવધૂની છે એટલે શૂટ પણ સૌથી પહેલાં સોમનાથમાં જ કરવામાં આવ્યું. સોમનાથ ઉપરાંત સિરિયલનું શૂટિંગ બિકાનેરમાં પણ થવાનું છે.
‘પંડ્યા સ્ટોર’ નામનો પ્રોવિઝન સ્ટોર ચલાવતા ગૌતમ પર ત્રણ નાના ભાઈઓની જવાબદારી છે, જેને લીધે તેણે અને તેની વાઇફ ધરાએ પોતાનાં સપનાંઓને કેવી કચડવાં પડે છે એ વાતને સિરિયલમાં દેખાડવામાં આવી છે. ગૌતમ પંડ્યાનું કૅરૅક્ટર કિંશુક મહાજન કરે છે, જ્યારે ધરા પંડ્યાનું કૅરૅક્ટર શાઇની દોશી કરે છે.

entertainment news indian television television news