ઇન્ડસ્ટ્રીમાં જે થાય એ બન્નેની મરજીથી થાય છે, કોઈ જબરદસ્તી નથી કરતું : શિલ્પા શિંદે

15 October, 2018 05:54 AM IST  | 

ઇન્ડસ્ટ્રીમાં જે થાય એ બન્નેની મરજીથી થાય છે, કોઈ જબરદસ્તી નથી કરતું : શિલ્પા શિંદે

આજે અનેક મહિલાઓ પોતાના પર થયેલા અમાનવીય વ્યવહાર સંદર્ભે બોલી રહી છે ત્યારે શિલ્પા શિંદેનું કહેવું છે કે વર્ષો બાદ આ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. આ વિશે વધુ જણાવતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘આ ખરેખર બકવાસ છે. એ જ સમયે બોલવાની જરૂર હતી અને એ સરળ પણ છે. આવી ઘટના જે સમયે થાય છે એ સમયે જ એના પર બોલવું જોઈએ. મને પણ એક બોધપાઠ મYયો છે. પછી બોલવાથી કોઈ ફાયદો નથી થતો, કારણ કે ત્યારે તમારો અવાજ કોઈ સાંભળતું નથી. ફક્ત વિવાદ વધશે, બીજું કંઈ નહીં. તમારી સાથે અપમાનજનક ઘટના ઘટી હોય એને ત્યારે જ કહેવી જોઈએ. એના માટે પાવરની પણ જરૂર છે. આ ઇન્ડસ્ટ્રી સારી નથી અને ખરાબ પણ નથી. આવું તો દરેક ક્ષેત્રમાં થાય છે. મને સમજમાં નથી આવતું કે કેમ લોકો ઇન્ડસ્ટ્રીની છાપ બગાડી રહ્યા છે. આનો મતલબ એ થયો કે જે લોકો અહીં કામ કરે છે અને જેમને કામ મળ્યું છે એ તમામ લોકો ખરાબ છે? આવું નથી. આ બધું તમારા પર પણ આધાર રાખે છે. સામેવાળી વ્યãકત તમારી સાથે કેવી રીતે વર્તન કરે છે, તમે તેને શો જવાબ આપો છો. આ પૂરી રીતે લેવડ-દેવડની નીતિ જેવું છે. મહિલાઓ હવે બોલે છે, પરંતુ હું કહીશ કે એ સમયે પણ ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર જેવું કંઈ નહોતું. કંઈ પણ બળજબરીથી નથી થતું, જે પણ થાય છે એ પરસ્પર સમજૂતીથી થાય છે. જો તમે આ વાત માટે સહમત ન હો તો એને છોડી દો.’