બિગ બૉસમાં ડર્ટી ગૅમ રમવા બદલ પારસની ઝાટકણી કાઢી પરાગ ત્યાગીએ

27 November, 2019 01:21 PM IST  |  Mumbai | Harsh Desai

બિગ બૉસમાં ડર્ટી ગૅમ રમવા બદલ પારસની ઝાટકણી કાઢી પરાગ ત્યાગીએ

પરાગ ત્યાગી

‘બિગ બૉસ ૧૩’ની સ્પર્ધક શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીએ હાલમાં જ શોના સ્પર્ધક પારસ છાબરિયાની ઝાટકણી કાઢી છે. આ શોમાં પારસ અને શેફાલી બન્ને એક બીજાની હરિફ ટીમમાં છે. પરાગ અને પારસ રિયલમાં એકબીજાને ભાઈ જેવા માને છે. જોકે આ શોના કારણે તેમના સંબંધમાં દરાર આવી ગઈ છે.

વીકએન્ડ કા વાર એપિસોડમાં પરાગે હાજરી આપી હતી અને તેણે પારસ વિશે પણ શોમાં કહ્યું હતું કે તે ખૂબ જ ડર્ટી ગૅમ રમી રહ્યો છે. શોમાં શેફાલી વારંવાર આસિમ રિયાઝ સાથે જોવા મળી રહી છે અને તેમના રિલેશનશિપને લઈને પારસે કમેન્ટ કરી હતી. આ વિશે પરાગે કહ્યું હતું કે ‘પારસ મારો ભાઈ જેવો છે, પરંતુ હવે તેને ભાઈ કહેવાનું પણ મને મન નથી થતું.

આ પણ વાંચો : 6.5 કરોડની જગ્યાએ હવે બિગ બૉસ માટે સલમાનને મળશે 8.5 કરોડ રૂપિયા?

આસિમ અને શેફાલી વિશે કરેલી પારસની કમેન્ટ એકદણ પાયાવિહોણી અને ધિક્કારને પાત્ર છે. નૅશનલ ટેલિવિઝન પર કોઈના પણ કૅરેક્ટરનું અસેશિનેશન કરવાનો તેની પાસે કોઈ હક નથી. પારસ આ શોમાં ખૂબ જ ડર્ટી ગેમ રમી રહ્યો છે અને એ બહુ જલદી બૅકફાયર થશે. મને શેફાલી પર ગર્વ છે. તે ખૂબ જ અદ્ભુત ગેમ રમી રહી છે અને મને ખુશી છે કે તે આસિમ અને સિદ્ધાર્થની સાઇડ છે. તેઓ ખૂબ જ લૉયલ છે અને એકબીજાનો પક્ષ લે છે.’

shefali shah Bigg Boss 13 television news