શક્તિ હવે હૈદરાબાદની

02 June, 2020 10:04 PM IST  |  Rajkot | Mumbai Correspondence

શક્તિ હવે હૈદરાબાદની

શક્તિ

શનિવારે કેન્દ્ર સરકારે લૉકડાઉન ૦4.0નો અંત લાવીને અનલૉક 1.0ની શરૂઆત કરી દીધી, પરંતુ એ પછી પણ હજી રેડ ઝોનમાં આવતા તમામ વિસ્તારો બંધ રાખવામાં આવતાં મુંબઈના પ્રોડક્શન-હાઉસ માટે ટેન્શન ઊભું થયું છે. આ ટેન્શન વચ્ચે ટીવી-સિરિયલનું શૂટિંગ કેવી રીતે કરવું એની મૂંઝવણ અકબંધ છે, પણ કલર્સ ચૅનલની ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ના પ્રોડ્યુસર રશ્મિ શર્માએ રસ્તો કાઢી લીધો છે અને જ્યાં સુધી મુંબઈ સેફ ઝોનમાં ન આવે અને શૂટિંગની પરમિશન ન મળે ત્યાં સુધી તેણે સિરિયલના શૂટને હૈદરાબાદના રામોજી સ્ટુડિયોમાં શિફ્ટ કરી દીધું છે. 

સિરિયલના અવનિશ મુખરજી, જિજ્ઞાસા, કામ્યા પંજાબી જેવા લીડ સ્ટારને પણ હૈદરાબાદ લઈ જવામાં આવશે અને વધારે ટ્રાન્સપોર્ટેશન ન કરવું પડે એ માટે તેમને પણ રામોજીરાવ સિટીમાં આવેલી તારા-સિતારા હોટેલમાં જ રાખવામાં આવશે. બાલાજી ટેલલિફિલ્મ્સ પોતાની વેબ-સિરીઝનું શૂટ ગોવામાં શિફ્ટ કરવાનું પ્લાનિંગ કરવા માંડ્યું છે તો સાથોસાથ તેમની ટીવી-સિરિયલ માટે ગુજરાતના ઉમરગામ માટે વિચારણા ચાલી રહી છે. ટીવી-ઇન્ડસ્ટ્રી હવે બંધ રાખવી કોઈને પોસાય એમ ન હોવાથી બધા પોતપોતાની રીતે રસ્તા શોધવામાં મચી પડ્યા છે જેમાં ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ હવે હૈદરાબાદથી ઑપરેટ થવા માંડશે.

television news entertainment news