બિનધાસ્ત શાહરુખ

24 November, 2012 05:37 AM IST  | 

બિનધાસ્ત શાહરુખ




આજે કલર્સ ચૅનલ પર રાત્રે ૧૦ વાગ્યે રિયલિટી શો ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ની ગ્રૅન્ડ ફિનાલે છે. આ શોમાં ૭ સ્પર્ધકો વચ્ચે અંતિમ હરીફાઈ થશે અને આ ખાસ એપિસોડમાં ‘જબ તક હૈ જાન’ના કલાકારો શાહરુખ ખાન, કૅટરિના કૈફ અને અનુષ્કા શર્મા હાજરી આપવાનાં છે. આ ખાસ એપિસોડમાં જ્યુરીની જવાબદારી કિરણ ખેર, ફારાહ ખાન, કરણ જોહર અને મલઇકા અરોરા-ખાને નિભાવી છે.



આ શોમાં શાહરુખ પુણેની સ્પર્ધક શિરાઝ ઈરાનીનો પર્ફોર્મન્સ જોઈને એટલો બધો ખુશ થઈ ગયો હતો કે તેની કમર પર કિસ કરીને તેણે બધાને ચોંકાવી દીધા હતા. આ સિવાય શાહરુખે પોતે જે બ્રૅન્ડને એન્ર્ડોસ કરે છે એની એક કાર દીપક નામના સ્પર્ધકને આપવાનો પણ નિર્ણય જાહેર કર્યો હતો, કારણ કે દીપક પોતાના પિતાને એક કાર ગિફ્ટ કરવા માગતો હતો, પણ તેની પાસે એ માટે પૈસા ન હોવાનો એકરાર તેણે શો દરમ્યાન કર્યો હતો. તેનો આ એકરાર સાંભળીને શાહરુખે ગ્રૅન્ડ ફિનાલે એપિસોડમાં તેને આ કાર ગિફ્ટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.