ઝીરોનું પ્રમોશન કરવા માટે બિગ બૉસમાં પહોંચ્યો શાહરુખ ખાન

24 December, 2018 08:01 PM IST  | 

ઝીરોનું પ્રમોશન કરવા માટે બિગ બૉસમાં પહોંચ્યો શાહરુખ ખાન

‘બિગ બૉસ’ના સેટ પર ધમાલ કરતા સલ્લુ અને કિંગ ખાન

શાહરુખ ખાન ‘ઝીરો’ના પ્રમોશન માટે ‘બિગ બૉસ’ના સેટ પર પહોંચ્યો હતો. શાહરુખ અને સલમાને સેટ પર ખૂબ ધમાલમસ્તી કરી હતી. અનુષ્કા શર્મા અને કૅટરિના કૈફ અભિનીત ‘ઝીરો’ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આનંદ એલ. રાય ડિરેક્ટેડ આ ફિલ્મમાં ૬ વર્ષ બાદ શાહરુખ, અનુષ્કા અને કૅટરિના એકસાથે જોવા મળશે. આ અગાઉ તેમણે ‘જબ તક હૈ જાન’માં સાથે કામ કર્યું હતું.


‘બિગ બૉસ’ના સેટ પર શાહરુખ અને સલમાને આ ફિલ્મના ગીત પર ડાન્સ કરીને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું. આમ પણ જ્યારે બે ખાન એકસાથે આવે તો ધમાલ થવી સ્વાભાવિક છે. આ મસ્તીભર્યો ફોટો શાહરુખે ટ્વિટર પર શૅર કર્યો અને ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈએ ફરી એક વાર દિલ જીતી લીધું. ‘બિગ બૉસ’ અને સલમાન, આ સુંદર સાંજની શરૂઆત ‘ઝીરો’થી કરવા માટે તમારો આભાર. સાથે જ સૌને ભરપૂર પ્રેમ.’

telly celebrity news indian television television news Bigg Boss 12