શગુફ્તા અલી અને સાયંતની ઘોષ જલદી જોવા મળશે બૅરિસ્ટર બાબુમાં

15 September, 2020 08:45 PM IST  |  Mumbai | Mumbai Correspondent

શગુફ્તા અલી અને સાયંતની ઘોષ જલદી જોવા મળશે બૅરિસ્ટર બાબુમાં

શગુફ્તા અલી અને સાયંતની ઘોષ

શગુફ્તા અલી અને સાયંતની ઘોષ જલદી જ કલર્સ પર આવતા ‘બૅરિસ્ટર બાબુ’માં જોવા મળશે. આ શોમાં હીરા મંડીનો એક ટ્રૅક ચાલી રહ્યો છે અને એમાં આ બન્ને પાત્રનો સમાવેશ કરવામાં આવશે. શગુફ્તા અલી આ શોમાં તારાબાઈનું નેગેટિવ પાત્ર ભજવતી જોવા મળશે. તારાબાઈ ખૂબ જ ખતરનાક અને હંમેશાં હુકમ કરનારી હોય છે, પરંતુ તે મોટા ભાગે કટાક્ષમાં અને હ્યુમરની સાથે વાત કરતી જોવા મળશે. સાયંતની ઘોષ આ શોમાં રસિયાનું પાત્ર ભજવશે. હીરા મંડીના કોઠા પર તે ડાન્સરનું પાત્ર ભજવશે. એવું કહેવામાં આવે છે કે તેના ઘૂંઘરું તૂટી જાય તો પણ તે નાચતી રહે છે. તે દિલથી ખૂબ જ સારી હોય છે. સારા-ખરાબની તેને જાણ હોય છે, પરંતુ એની સામે લડવાનો તેની પાસે પાવર નથી હોતો. આ વિશે સાયંતનીએ કહ્યું હતું કે ‘હું કલર્સની ‘બૅરિસ્ટર બાબુ’માં જોડાઈને ખૂબ જ ખુશ છું. આ શોમાં હું રસિયાનું પાત્ર ભજવીશ અને એમાં બંગાળી ટચ આપીશ. મને હંમેશાંથી ડાન્સિંગ ખૂબ જ પસંદ હતું અને આ પાત્રને લઈને હું ખૂબ જ ખુશ છું.’

television news entertainment news