મૂવી મસ્તી વિથ મનીષ પૉલની બીજી સીઝન આવી રહી છે?

26 February, 2020 03:38 PM IST  |  Ahmedabad

મૂવી મસ્તી વિથ મનીષ પૉલની બીજી સીઝન આવી રહી છે?

મનીષ પૉલ

પહેલાં કલર્સ પર ‘કૉમેડી નાઇટ વિથ કપિલ’ અને પછી હમણાં સોની ટીવી પર ‘ધ કપિલ શર્મા શો’ ચાલી રહ્યો છે. એ જ તર્જ પર ઝી ટીવીએ ‘મૂવી મસ્તી વિથ મનીષ પૉલ’ નામનો શો ગયા વર્ષે આપ્યો, જેમાં મનીષ પૉલ સાથે અલી અસગર, મોનાલિસા, પરિતોષ ત્રિપાઠી અને બલરાજ સ્યાલ પણ હતાં.

આ શો પ્રીતિ અને નીતિ સિમોસે પ્રોડ્યુસ કર્યો હતો અને મનીષ પૉલ એને હોસ્ટ કરતો હતો. આ શોમાં ફિલ્મજગતની જાણીતી સેલિબ્રિટીઓને બોલાવીને તેમની સાથે મસ્તી કરવામાં આવે તથા જુદી-જુદી ગેમ્સ રમાડવામાં આવે એ પ્રકારનું ફૉર્મેટ હતું. આ શોના ૧૪ એપિસોડ બાદ એને અટકાવી દેવામાં આવ્યો હતો. હવે કહેવાઈ રહ્યું છે કે મેકર્સ ‘મૂવી મસ્તી વિથ મનીષ પૉલ’ની બીજી સીઝનનું પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છે.

રેડિયો જૉકી તરીકે શરૂઆત કરનાર મનીષ છૂના હૈ આસમાન, ખૂની સાયા, હનીમૂન હોટેલથી લઈને ડાન્સ માસ્ટર, સા રે ગા મા પા, ઝલક દિખલા જા સહિતના ઘણા રિયલિટી શોની સીઝન્સ હોસ્ટ કરી ચૂક્યો છે. તે અમુક ફિલ્મોમાં પણ ટૂંકા રોલમાં દેખાઈ ચૂક્યો છે. જોકે કપિલ શર્માને કૉમેડિયન તરીકે જેટલી લોકપ્રિયતા મળી એવી મનીષ પૉલને ઍન્કર તરીકે આ શો થકી હજી સુધી મળી નથી. જોઈએ કે એની બીજી સીઝનને દર્શકો તરફથી કેવો રિસ્પૉન્સ મળે છે.

manish paul television news tv show