12 August, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમર સિંહ ચમકીલા
સ્ક્રીન અસોસિએશન અવૉર્ડ્સ 2025 (SWA Awards 2025) ૯ ઑગસ્ટે મુંબઈમાં યોજાયા હતા. આ અવૉર્ડ્સની છઠ્ઠી આવૃત્તિમાં ૨૦૨૪ની ફિલ્મો, વેબ-સિરીઝ અને ટીવી-શો માટે વિવિધ કૅટેગરીમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ અવૉર્ડ્સમાં ફિલ્મ, ટેલિવિઝન અને OTT પ્લૅટફૉર્મના લેખકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ કૅટેગરીમાં ૧૫૦૦થી વધુ એન્ટ્રીઓનું મૂલ્યાંકન ૧૫ પ્રખ્યાત સ્ક્રીનરાઇટર્સની જ્યુરી દ્વારા કરવામાં આવ્યું હતું.