‘સ્વર્ણ ઘર’માં જોવા મળશે સંગીતા ઘોષ

11 January, 2022 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંગીતા ઘોષ હવે ‘સ્વર્ણ ઘર’માં જોવા મળવાની છે. એક મમ્મીનો પ્રેમ તેનાં બાળકો માટે અનકન્ડિશનલ અને પ્યૉર હોય છે એની સ્ટોરી આ શોમાં કરવામાં આવશે.

‘સ્વર્ણ ઘર’માં જોવા મળશે સંગીતા ઘોષ

સંગીતા ઘોષ હવે ‘સ્વર્ણ ઘર’માં જોવા મળવાની છે. એક મમ્મીનો પ્રેમ તેનાં બાળકો માટે અનકન્ડિશનલ અને પ્યૉર હોય છે એની સ્ટોરી આ શોમાં કરવામાં આવશે. આ શોને રવિ દુબે અને સરગુન મેહતાએ પ્રોડ્યુસ કર્યો છે. તેમના આ શોમાં સંગીતા ઘોષ લીડ રોલ સ્વર્ણ બેદી તરીકે જોવા મળશે. આ વિશે સંગીતાએ કહ્યું હતું કે ‘બે વર્ષ બાદ હું ફરી ટીવી પર આવી રહી છું એને લઈને હું ખુશ છું. સ્વર્ણનું પાત્ર મને મળ્યું એને લઈને હું ખૂબ જ ખુશ છું. તે એક પતિવ્રતા સ્ત્રી અને મમ્મી હોય છે. તેના માટે આ દુનિયામાં સૌથી મહત્ત્વની તેની ફૅમિલી હોય છે. તે દિલની ખૂબ જ સાફ હોય છે અને ઑન સ્ક્રીન તેનો પર્સોના પણ ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય છે જે દર્શકોને ખૂબ જ પસંદ પડશે. આવું પાત્ર સ્ક્રીન પર રજૂ કરવું એક ચૅલેન્જ છે, પરંતુ હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરી રહી છું જેથી દર્શકોને મનોરંજન મળી રહે.’

television news