Big Bossની આગામી સીઝનમાં જોવા મળી શકે મોટા ફેરફાર !

22 May, 2019 12:28 PM IST  | 

Big Bossની આગામી સીઝનમાં જોવા મળી શકે મોટા ફેરફાર !

બિગ બોસ શૉ હોસ્ટ સલમાન ખાન

બિગ બોસ 13ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ત્યારે ટીમ ફરી એકવાર લોકોને એન્ટરટેઈન કરાવવા માટે તૈયાર છે. બિગ બોસ 12નો અંત ધમાકેદાર રહ્યો હતો. જો કે સીઝન 12ની TRP આગળની સીઝન કરતા ઓછી જોવા મળી હતી. જેના કારણે આ વખતે બિગબોસ સીઝન 13માં મોટા બદલાવ કરવામાં આવે તેવુ માનવામાં આવી રહ્યું છે.

બિગબોસ સીઝન 12 ખાસ સફળ રહી ન હતી

બિગ બોસની 12મી સીઝન TRP મામલે વધારે સારી રહી ન હતી. સીઝન 12માં સેલેબ્રિટી અને સામાન્ય લોકોની થીમ પર બેસ્ટ શૉમાં દર્શકોને એન્ટટેઈન કરવામાં બિગ બોસની ટીમ ખાસ સફળ રહી હતી નહી. જેના કારણે બિગ બોસ 13ના કંટેસ્ટન્ટના સિલેક્શન પર વધારે જોર આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સીઝનમાં દર્શકોને અન્ય ઘણા બદલાવ જોવા મળી શકે છે.

સામાન્ય લોકોને શોમાં એન્ટ્રી નહી મળે

બિગ બોસ સીઝન 13માં ખાસ વાત એ હોઈ સકે છે આ સીઝનમાં સામાન્ય લોકોને એન્ટ્રી ન આપવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિગ બોસના મેકર્સ દ્વારા નિર્ણય લેવાયો છે કે, 13મી સીઝનમાં સામાન્ય લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહી અને તેમની પર રોક લગાવવામાં આવી છે જો કે આ વિશે કોઈ પણ આધિકારિક માહિતી આપી હતી.

બિગ બોસમાં સામાન્ય લોકોને એન્ટ્રીનો પ્લાન ફ્લોપ શો રહ્યો

2016માં સીઝન 10થી બિગ બોસમાં સામાન્ય લોકોને એન્ટ્રી આપવાની થીમ શરુ કરવામાં આવી હતી. જેના કારણે સામાન્ય લોકોનુ ધ્યાન બિગ બોસ પર બની રહે. જોકે બિગ બોસને છેલ્લી સીઝનમાં ખાસ ફાયદો જોવા મળ્યો હતો નહી. સીઝન 10માં સૌથી પહેલા મનુ પંજાબી અને મનવીર ગુર્જરને શૉમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: લગ્ન પછી લાલ ગાઉનમાં કાન્સ પહોંચી સોનમ કપૂર, જુઓ તેનો ગ્લેમરસ અંદાજ

ઉલ્લેખનીય છે કે, બિગ બોસ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવતું આવ્યું છે. બિગ બોસ 13માં હવે સામાન્ય લોકોની એન્ટ્રી જોવા નહી મળે તેવુ માનવામાં આવી રહ્યું છે. બિગ બોસ સીઝન 12માં ટીવી સિરીયલ એક્ટ્રેસ દીપિકા કક્કડ ઈબ્રાહિમે ટાઈટલ પોતાના નામે કર્યુ હતું જ્યારે શ્રીશાંત ફર્સ્ટ રનર અપ રહ્યો છે.

bollywood gossips entertaintment Bigg Boss 12