01 February, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન પરીખ
‘દિલ સે દિલ તક’માં જોવા મળેલા સચિન પારીખનું માનવું છે કે તેની અંદરના બેસ્ટ પર્ફોર્મન્સને એક્સ્પ્લોર કરવાનું બાકી છે. સચિને ‘ઇસ પ્યાર કો મૈં ક્યા નામ દૂં’, ‘એક બાર ફિર’, ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહા’, ‘કુછ તો લોગ કહેંગે’ અને ‘બેપનાહ પ્યાર’માં કામ કર્યું છે. એ સિવાય તેણે ‘લાગા ચુનરી મેં દાગ’, ‘દિલ તો બચ્ચા હૈ જી’, ‘અલીગઢ’, ‘પા’, ‘PK’ અને ‘મૈં અટલ હૂં’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમ છતાં તેને લાગે છે કે બેસ્ટ હજી આવ્યું નથી. એ વિશે સચિને કહ્યું કે ‘એક ઍક્ટર હંમેશાં સારા મેકર્સ સાથે સારી ભૂમિકા ભજવવા માટે ઇચ્છા રાખતો હોય છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત મેકર્સ છે અને તેમના માર્ગદર્શનમાં મને કામ કરવાની તક મળી એ માટે હું ખુશ છું. મેં પ્રસિદ્ધ ડિરેક્ટર રાજકુમાર હીરાણી સાથે, હંસલ મહેતા સાથે, મધુર ભંડારકર સાથે, રવિ જાધવ અને આર. બાલ્કી સાથે કામ કર્યું છે. જોકે મને હજી પણ લાગે છે કે મારી અંદરના બેસ્ટને મેં હજી સુધી એક્સ્પ્લોર નથી કર્યું. એ રોલ્સ સારા હતા અને તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો, પરંતુ હજી મારું બેસ્ટ આવવાનું બાકી છે.’