ખતરોં કે ખિલાડી: મેડ ઈન ઈન્ડિયા - એક્ટ્રેસ નિયા શર્મા બની વિનર

30 August, 2020 11:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખતરોં કે ખિલાડી: મેડ ઈન ઈન્ડિયા - એક્ટ્રેસ નિયા શર્મા બની વિનર

નિયા શર્મા

ટેલિવિઝનનો સૌથી ખતરનાક અને સ્ટન્ટથી ભરેલો રોહિત શેટ્ટીનો ફિયર ફેક્ટર શૉ ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયાનો આજે ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ચાલી રહ્યો છે. કોરોના વાઈરસના લીધે આ શૉ પહેલીવાર મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે. પાછલા સીઝનના સ્પર્ધકોએ આ સીઝનમાં ભાગ લીધો છે. સાથે આ વખતે ફિનાલેમાં કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન ટૉપ 3માં પહોંચી ગયા છે. હાલ રોહિત શેટ્ટીએ આ સીઝનની વિનરનું નામ જાહેર કરી દીધું છે.

શૉની સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ નિયા શર્માએ ખતરોં કે ખિલાડી: મેડ ઈન ઈન્ડિયાની ટ્રોફી પોતાના નામ પર કરી લીધી છે. નિયા શર્મા આ શૉ જીતી ચૂકી છે. નિયા ઘણી ડેરિંગ છે, એ તમે જોયું જ હશે, એમાં કોઈ શક જ નથી. નિયા શર્માનો છેલ્લો સ્ટન્ટ કરણ વાહીના સ્ટન્ટ કરતા 14 સેકન્ડ ઓછો હતો. એટલે કરણના 2.22 સેકન્ડ સ્ટન્ટની તુલનામાં નિયા શર્માએ પોતાનો સ્ટન્ટ 2.08 સેકન્ડમાં પૂરો કરીને શૉની વિજેતા બની ગઈ છે.

શૉની શરૂઆત રોહિત શેટ્ટીની જગ્યા પર ફારાહ ખાન પાસે શૉ કરાવવો ભારે પડી ગયો અને શૉના પહેલા એપિસોડથી જ દર્શકોનો એટલો જ પ્રેમ નહીં મળ્યો, જેટલી દર્શકોને અપેક્ષા હતી.

ગયા સપ્તાહે સૂટ થઈ ગયેલા આ ફિનાલેમાં નિયા શર્માને મુંબઈના ધોધમાર વરસાદથી ઝઝૂમતા તમે જોઈ હશે પરંતું એનો હાઈ-વોલ્ટેજ ફિલ્મી અંદાજ બેકફાયર કરી ગયો. કરણ વહીના સ્ટન્ટ નિયા કરતા સારા હતા. જાસ્મીન ભસીનના ચહેરાના હાવભાવ કહી રહ્યા હતા કે કૅમેરામાં જે દેખાય છે તે બધા કેમેરાની પાછળથી સંચાલિત થાય છે. નિયા શર્માની પોતાની ફૅન ફોલોઈંગ પણ ધીરે-ધીરે ઓછી થઈ રહી છે અને ટેલિવિઝન પર એનું આકર્ષણ પણ હવે પહેલા જેવું નથી.

ફાઈનલમાં જીત્યા બાદ જ્યારે નિયા શર્માને આખી ખતરોં કે ખિલાડીની જર્ની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે, આ સીઝનનો શૉ ખતરોં કે ખિલાડી - મેડ ઈન ઈન્ડિયા મસ્તીભર્યા વાતાવરણમાં શરૂ થયો હતો. પરંતુ ટૂંક સમયમાં જ મને લાગવા માંડ્યું કે આ સીઝન જીતવું એ મારું સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય હોઈ શકે છે. મેં દરેક સ્ટન્ટ પૂરી લગન અને હિંમતથી પૂરો કર્યો છે. આ શૉની જીત મારા માટે આ સીઝનનો આનંદ અને સંતોષ છે. સાથે નિયા એવું પણ કહે છે કે તેણે પોતાના જીતથી એ લોકોની બોલતી બંધ કરી દીધી છે, જે તેને ફક્ત મેકઅપ અને સ્ટાઈલિંગ માટે જાણતા હતા.

khatron ke khiladi rohit shetty nia sharma indian television television news tv show entertainment news