'એક દૂજે કે વાસ્તે 2’માં રીમા વોહરાની એન્ટ્રી

09 December, 2019 11:48 AM IST  |  Mumbai

'એક દૂજે કે વાસ્તે 2’માં રીમા વોહરાની એન્ટ્રી

રીમા વોહરા

સોની ટીવી પર ટૂંક સમયમાં ‘એક દૂજે કે વાસ્તે 2’ શો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ભોપાલ સ્થિત સેનાના બૅકડ્રૉપ વચ્ચે લવ-સ્ટોરી આકાર લે છે.  ૨૦૧૬માં આવેલી પહેલી સીઝનમાં નિકિતા દત્તા અને નમિક પૉલ મુખ્ય પાત્રોમાં હતાં; જ્યારે આ શોમાં મોહિત કુમાર અને કનિકા કપૂર લીડ રોલમાં જોવા મળશે. શોમાં જય ઠક્કર, અક્ષય આનંદ, અનુરાગ અરોરા, ખુશી મિશ્રા, અહમદ ખાન ઉપરાંત હવે પ્રતિભાશાળી અભિનેત્રી રીમા વોહરાની એન્ટ્રી પણ થઈ ગઈ છે. રીમા વોહરાએ ‘ના આના ઇસ દેસ લાડો’, ‘ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ’, ‘મરિયમ ખાન - રિપોર્ટિંગ લાઇવ’ જેવી સિરિયલમાં અગાઉ કામ કરી ચૂકી છે. રીમા ‘એક દૂજે કે વાસ્તે’માં લીડ ફીમેલ કૅરૅક્ટરની માતાનું પાત્ર ભજવશે.
તેનું પાત્ર ફિલ્મો અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા  અનુરાગ અરોરા સાથે જોડી જમાવતું જોવા મળશે. દિલીપ ઝા દ્વારા નિર્મિત આ શોનું શૂટિંગ હાલમાં ભોપાલમાં ચાલી રહ્યું છે. ‘એક દૂજે કે વાસ્તે’ની પહેલી સીઝન આઠ મહિનામાં આટોપી લેવાઈ હતી અને હવે એનાં ત્રણ વર્ષ બાદ બીજી સીઝનનું એલાન કર્યું છે ત્યારે જોવું રહ્યું કે આ વખતે એ દર્શકોને જકડી રાખવામાં કેટલી સફળ રહે છે.

entertaintment sony entertainment television