ક્રિશ ૨માંથી ચિત્રાંગદાની એક્ઝિટનાં સાચાં કારણો

12 October, 2011 07:46 PM IST  | 

ક્રિશ ૨માંથી ચિત્રાંગદાની એક્ઝિટનાં સાચાં કારણો

 

રાકેશ રોશનને જરૂરિયાત કરતાં વધુ સ્ટાફનો ખર્ચ ઉઠાવવો નહોતો અને ફેરફારો બાદ તેનો રોલ નાનો થતાં કામ કરવાની ના પાડી દીધી

બૉલીવુડમાં બધાને ખબર છે કે રાકેશ રોશન એક હદ કરતાં વધારે પ્રોડક્શન-કૉસ્ટને આવકારતા નથી અને જે ખર્ચ બિનજરૂરી હોય એના પર સંપૂર્ણપણે કાપ મૂકતા  હોય છે. જોકે ચિત્રાંગદા આ હકીકતથી શરૂઆતમાં અજાણ હશે અને તેની ટીમ ઘણી મોટી હતી. તેના સ્ટાફમાં મેક-અપ આર્ટિસ્ટ, હેરડ્રેસર, અટેન્ડન્ટ અને  અન્ય જરૂરિયાત માટેના માણસોનો સમાવેશ થતો હતો. રાકેશ રોશનને તેમનો ખર્ચ માન્ય નહોતો.

ચિત્રાંગદા સિંહનો સુપરપાવર ધરાવતી યુવતીનો રોલ હોવાને કારણે રાકેશ રોશનને લાગ્યું હતું કે તેમણે જે મેક-અપ આર્ટિસ્ટને બોલાવ્યા હતા એ જ પૂરતા છે. એવું  પણ કહેવામાં આવતું હતું કે ચિત્રાંગદાનો રોલ શરૂઆતમાં મોટો હતો, પણ સ્ક્રિપ્ટમાં થયેલા અમુક ફેરફારો બાદ તેનો રોલ મહેમાન કલાકાર જેટલો સીમિત થઈ  ગયો હતો. હૃતિક રોશન, પ્રિયંકા ચોપડા અને વિવેક ઑબેરૉયની હાજરીમાં પોતાનો રોલ નાનો થઈ જતાં અને આ પ્રકારના પ્રતિબંધ મુકાતાં ચિત્રાંગદાએ કામ  કરવાની ના પાડી દીધી હતી.